સાઉથ ઇન્ડિયન સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવીના એક્સ જમાઈ ( ex son in law)શિરીષ ભારદ્વાજનું 39 વર્ષની વયે નિધન થયું છે. શિરીષે બુધવારે સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

મળતી માહિતી પ્રમાણે, શિરીષ ભારદ્વાજને લંગ્સ ડેમેઝ થઇ ગયા હતા. તેમની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની તબિયત સતત બગડતી રહી અને 39 વર્ષની વયે તેમનું અવસાન થયું.

તેલુગુ અભિનેત્રી શ્રી રેડ્ડીએ તેના સોશિયલ મીડિયા પર શિરીષના નિધનની માહિતી શેર કરી હતી. પોતાના એક્સ હેન્ડલ સાથે શિરીષ, શ્રીજા અને તેમના બાળકની તસવીરપોસ્ટ કરતી વખતે લખ્યુ, “Rest in peace sirish.”

ચિરંજીવીની નાની પુત્રી શ્રીજા સાથે શિરીષે લગ્ન કર્યા હતા. શિરીષ અને શ્રીજા લગ્ન પહેલા એકબીજાને ડેટ કરતા હતા. બંનેએ વર્ષ 2007 માં હૈદરાબાદના આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા. આ લગ્નથી તેમને એક પુત્રી પણ છે. 

2014માં છૂટાછેડા

શિરીષ અને શ્રીજા વચ્ચે રોજ ઝઘડો થતો. આવી સ્થિતિમાં તેમના લગ્ન ટૂંક સમયમાં તૂટી ગયા. શ્રીજાએ તેના પતિ શિરીષ અને સાસુ વિરુદ્ધ દહેજની માંગણી અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. આ પછી બંનેએ વર્ષ 2014માં છૂટાછેડા લીધા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *