પોલીસના અસ્તિત્વ સામે જ સવાલો ઉઠાવતી ઘટનાઓ
ત્રિપલ સવારી બાઈકસવારોએ મોકાજી સર્કલ પાસે રિક્ષા ચાલકને લૂંટી થોડા સમય બાદ ડો.હોમી દસ્તુર માર્ગ પર ખેડુતને લૂંટી લીધો
પ્રતિતિ કરાવતી સરાજાહેર હુમલા,
ખુની હુમલા, ચોરી, લૂંટ સહિતની
ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. પોલીસને ગુનેગારો ગણકારતા જ ન હોય તેવી સ્થિતિ વચ્ચે
આજે સવારે માત્ર ચાલીસ મીનીટના સમયગાળા દરમિયાન ત્રિપલ બાઈક પર સવાર શખ્સોએ સતત
ધમધમતા બે માર્ગો પર લૂંટ ચલાવી ભય ફેલાવી દીધો હતો. તાલુકા પોલીસ અને એ-ડિવિઝનમાં
આ અંગે ગુના નોંધાયા છે. ક્રાઈમ બ્રાંચ,
એલસીબી અને એસઓજીની ટીમોને પણ તપાસમાં લગાડવામાં આવી છે.
મવડીના ઉદયનગર-ર,
શેરી નં.પમાં રહેતા રિક્ષાચાલક કેતન
રાઘવજી ગોહેલ (ઉ.વ.૪૦) આજે વહેલી સવારે ચારેક વાગ્યે નીકળ્યા હતા. વર્ષોથી તે
ભીમનગર સર્કલ પાસે રહેતા ગ્રાહક ઈકબાલભાઈના કપડાના પોટલા મંગળવારે લક્ષ્મીનગર મેઈન
રોડ પર ભરાતી બજારમાં મુકવા જાય છે. જેથી ભીમનગર સર્કલ આવતા હતા ત્યારે નાનામવા
મેઈન રોડ પરના શાસ્ત્રીનગર પાસે બાઈક પર ઘસી આવેલા ત્રણ શખ્સોમાંથી ચાલકે કહ્યું
કે અમારામાંથી એક માણસને આગળના ચોક સુધી લેતો જા.
જેથી તેણે મારે મોડું થાય છે, તમે તમારી રીતે જતા રહો તેમ કહેતા બાઈક ચાલકે સ્પીડ ઘટાડી
નાખી હતી. શાસ્ત્રીનગર અને મોકાજી સર્કલ વચ્ચે આવેલા પેટ્રોલપંપ નજીક પહોંચતા તેજ
બાઈક પર સવાર ત્રણ શખ્સોએ તેની રિક્ષા આગળ બાઈક આડુ નાખી, તેની રિક્ષા રોકી, તેને બંને બાજુથી
ઘેરી લીધા બાદ કહ્યું કે તને આગળના ચોક સુધી એક માણસને લઈ જવાનું કહ્યું છતાં તે
તેમ કર્યું નથી અને રિક્ષા ઉભી રાખી નથી.
ત્યારબાદ ત્રણેય શખ્સોએ તેને તમાચા ઝીંકયા બાદ એક શખ્સે ગળા
પર છરી રાખી કહ્યું કે હલતો નહીં નહીંતર છરી મારી દઈશ. તે સાથે જ પૈસા અને જે કાંઈ
કિંમતી વસ્તુ હોય તે આપી દેવાની સુચના આપી,
છરી ગળામાં દબાવતાં ડરી ગયા હતા. તે સાથે જ એક શખ્સે રિક્ષામાંથી રૃા.ર૦
હજારની કિંમતનો મોબાઈલ ફોન અને પેન્ટના પાછળના ખિસ્સામાં રહેલું રૃા.૩ હજારની રોકડ
સાથેનું પર્સ લૂંટી લીધું હતું. આ પછી ત્રણેય શખ્સો ભાગી ગયા હતા. આ ઘટના અંગે
તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બાઈક પર સવાર આ ત્રણેય શખ્સોએ અંદાજે ૪૦ મીનીટ બાદ ડો.હોમી
દસ્તુર જેવા સતત ધમધમતા માર્ગ પર બીજી લૂંટ ચલાવી હતી. હાલ લોધીકા તાલુકાના વાગુદડ
ગામે રહેતા અને ખેતી કરતા માનસીંગભાઈ કાળુભાઈ ઘોડ (ઉ.વ.પપ)એ નોંધાવેલી ફરિયાદમાં
જણાવ્યું છે કે ગઈ તા.૧૩ના રોજ તેના પત્ની રમીલાબેનને ડીલીવરી માટે પદ્મકુંવરબા
હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં તે પણ રોકાયા હતા. પરંતુ આજે મગફળીની વાવણી કરવી
હોવાથી હોસ્પિટલેથી બાઈક લઈ વાગુદડ જવા
રવાના થયા હતા.
વહેલી સવારના પ.૧૦ વાગ્યાની આસપાસ ડો.હોમી દસ્તુર માર્ગ
પાસે પહોંચતા પાછળથી બાઈક પર ત્રણ શખ્સો ઘસી આવ્યા હતા અને તેના બાઈક આગળ પોતાનું
બાઈક રાખી, ઉભા
રાખ્યા બાદ, છરી કાઢી
પેટના ભાગે રાખી, છરકા
જેવી ઈજા કરી કહ્યું કે તારી પાસે રૃપિયા હોય તો આપી દે. જેથી તેણે રૃા.૧પ૦૦ની
રોકડ સાથેનું પાકીટ કાઢતાં તે ઝુંટવી લીધું હતું. ત્યારબાદ ત્રણે શખ્સો જતાં રહ્યા
હતા.
તત્કાળ આ અંગે પોલીસ કન્ટ્રોલ રૃમને જાણ કર્યા બાદ એ-ડિવીઝન
પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી હતી. માત્ર ૪૦ મીનીટના ગાળા દરમિયાન થયેલી બે
લૂંટથી પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ, એલસીબી અને
એસઓજીની ટીમો પણ તપાસમાં લાગી ગઈ હતી. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે લૂંટારૃઓની
ઓળખ મેળવવા તજવીજ શરૃ કરી છે. બંને લૂંટમાં એકજ ટોળકીની સંડોવણી હોવાની દ્રઢ શકયતા
પોલીસે દર્શાવી છે.