‘નિષ્ક્રીય
શિક્ષણાધિકારી રાજીનામું આપો‘ના
સૂત્રો સાથે
ખાનગી શાળાઓ સામે પગલાં નહીં લેવામાં આવતા હોવાનું જણાવી વિદ્યાર્થી કાર્યકરોએ કચેરીની બહાર ખાનગી શાળા કાર્યાલયનું બોર્ડ લગાવ્યું, શિક્ષણાધિકારી સામે બંગડીઓ ફેંકી રોષ દર્શાવ્યો
પ્રકારની વહીવટી ક્ષતિઓ બહાર આવી હોવા છાં આ શાળા સંચાલકો સામે આકરા પગલાં લેવાને
બદલે તેને શિક્ષણાધિકારી કચેરી દ્વારા છાવરવામાં આવતી હોવાનાં ગંભીર આરોપ સામે આજરોજ કોંગ્રેસના યુવા કાર્યકરો
દ્વારા રાજકોટની શિક્ષણાધિકારી કચેરીને ઘેરાવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વિદ્યાર્થી કાર્યકરોએ નિષ્ક્રીય શિક્ષણાધિકારી રાજીનામુ આપોના સુત્રોચ્ચાર કરી
ઢાંકણીમાં પાણી આપી ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરી હતી. વિરોધ દર્શિત કાર્યક્રમ બાદ
વિદ્યાર્થી કાર્યકરોની ટીંગાટોળી કરી પોલીસે અટકાયત કરી હતી.
જાહેર રજાઓમાં ખાનગી શાળાઓ દ્વારા શિક્ષણ કાર્ય ચાલુ રાખી
શકાય નહીં તેમ છતાં ગઇકાલે અહીંના બાલાજી હોલ નજીક ધોળકિયા સ્કૂલમાં શિક્ષણ કાર્ય
ચાલુ હોવાથી શિક્ષણાધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં કોઇ
પગલાં લેવામાં આવ્યા ન્હોતા. અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટની ખાનગી શાળાઓની
સંખ્યાબંધ ક્ષતિઓ બહાર આવી હોવા છતાં શિક્ષાત્મક કાર્યવાહીને બદલે શિક્ષણાધિકારી
કચેરી દ્વારા ખાનગી શાળાની તરફેણ કરવામાં આવી રહી હોય તે પ્રકારની વર્તણુંક
દાખવવામાં આવતા આજે કોંગ્રેસના યુવા કાર્યકરોની ટીમ હાથમાં વિરોધદર્શિત પ્લેકાર્ડ
સાથે શિક્ષણાધિકારી કચેરીએ ધસી ગઇ હતી.
‘નિષ્ક્રીય
શિક્ષણાધિકારી રાજીનામુ આપો‘નાં
સુત્રો સાથે વિદ્યાર્થી કાર્યકરોએ જાહેર રજામાં ખાનગી સ્કૂલ ચલાવતા સંચાલકો સામે
કેમ પગલાં લેવતા નથી તેમ કહી શાબ્દિક તડાફડી બોલાવી હતી. અગ્નિકાંડની ઘટના બાદ કઇ
ખાનગી શાળા સામે પગલાં લેવામાં આવ્યા ?
તેવો સવાલ ઉઠાવી શિક્ષણાધિકારીને બરાબર ભીંસમાં લીધા હતા. રાજ્ય સરકારનાં
નિયમોનો છડેચોક ઉલ્લંંઘન થતું હોય છતાં કોઇ પગલાં લેવામાં ન આવે તો શિક્ષણાધિકારીએ
રાજીનામું આપી દેવું જોઇએ તેવી રજૂઆત કરી ખાનગી શાળાઓ સામે પગલાં લેવામાં નિષ્ફળ
જનાર શિક્ષણાધિકારી સામે ઢાંકણીમાં પાણી ભરીને આપ્યું હતું. ઉગ્ર રજૂઆત અને
શાબ્દિક તડાફડી બાદ બંગડીઓ ફેંકવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું. વિદ્યાર્થી
કાર્યકરોની ઉગ્ર રજૂઆત બાદ સચોટ અને અસરકારક કામગીરી સંદર્ભે શિક્ષણાધિકારી કોઇ જવાબ
આપી નહીં શકતા કાર્યકરોએ કચેરીની બહાર ખાનગી શાળા સંચાલક મંડળનું કાર્યાલય
દર્શાવતું પ્લેકાર્ડ લગાવી હંગામો મચાવતા ૯ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
શિક્ષણાધિકારી કચેરીમાં વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવતા કલાક
સુધી વાતાવરણ તંગ જોવા મળ્યું હતું.