સૌરાષ્ટ્રના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદી માહૌલ

નૈઋત્યનું ચોમાસુ નવસારી પાસે સપ્તાહથી અટકી ગયું છે, હજુ ત્રણ-ચાર
દિવસ સૌરાષ્ટ્રમાં બેસવાની શક્યતા નહીવત્

રાજકોટ :  સૌરાષ્ટ્રમાં ચોમાસાનો પ્રવેશ થાય તે પૂર્વે સૌરાષ્ટ્રના કાંઠે
ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ત્રણ દિવસથી સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે આજે
પણ સમુદ્ર સપાટીથી ૩.૧થી ૫.૮ કિ.મી.ઉંચાઈએ જારી રહ્યું હતું તેની અસરથી આજે પણ ચોમાસુ
માહૌલ રહ્યો હતો અને જુનાગઢના વિસાવદરમાં ધોધમાર એક ઈંચ વરસાદ વરસાદથી માર્ગો પર ઠેરઠેર
પાણી ભરાયા હતા. જ્યારે અમરેલી પંથકમાં રાજુલા
,કુંકાવાવ વડીયા,
બાબરા,વગેરે વિસ્તારમાં
પણ મેઘવર્ષા જારી રહી હતી.

ગઈકાલ અને આજે ભીમ અગિયારસનો દિવસ વરસાદ માટે શૂકનિયાળ
મનાતો રહ્યો છે અને ત્યારે વરસાદનું આગમન લોકોમાં આશાનો સંચાર કરતો રહ્યો છે.
વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ ઉપરાંત માંગરોળ પંથક
, વંથલી તાલુકાના ધંધુસર વિસ્તારમાં  તેમજ ઉના અને ગીરગઢડા વિસ્તારમાં પણ વરસાદી
ઝાપટાં વરસ્યા હતા અને જુનાગઢમાં છાંટા વરસ્યા હતા.

જ્યારે અમરેલી પંથકમાં અવિરત મેઘવર્ષા જારી રહી છે, રાજુલા તાલુકામાં
પોણોથી એક ઈંચ વરસાદ તથા વડિયા અને બાબરા તાલુકામાં બપોર પછી અર્ધો ઈંચ વરસાદ
વરસ્યો હતો. લાઠી
,બાબરા, ધારી, દરિયાઈ પંથકના
જાફરાબાદ વગેરે વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
અનેક ખેડૂતોએ અમરેલી પંથકમાં વાવણી પણ કરી દીધી છે. બાબરા પંથકમાં ગત રાત્રિના
છૂટાછવાયાસ્થળે બેથી ત્રણ ઈંચ વરસાદના અહેવાલ છે. જ્યારે ચમારડી
, વલારડી, પીરખીજડીયા, ઈંગોરાલા, ચકરગઢ, દેવળીયા, લોર,પીછડી, ફાચરીયા, ટીંબી,ચોત્રા, માંડરડી, ઝાપોદર, આગરીયા સહિત અનેક
ગામોમાં વરસાદના વાવડ છે.

સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત પાલિતાણામાં અર્ધો ઈંચ, સૂત્રાપાડામાં ૬ મિ.મિ., ઉના અને રાણપુરમાં
ઝાપટાં વરસ્યા હતા. જ્યારે સુરત
,ડાંગ, ભરુચ સહિત રાજ્યમાં
કૂલ ૨૮ તાલુકામાં મોડી સાંજ સુધીમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. વલસાડના ધરમપુરમાં એક
ઈંચ વરસાદ વરસ્યો હતો.

નૈઋત્યનું ચોમાસુ ગુજરાતમાં તા.૧૧ જૂનના રોજ નવસારી સુધી
આવી પહોંચ્યા બાદ ત્યાં જ પૂરા એક સપ્તાહથી અટકી ગયું છે અને મૌસમ વિભાગ અનુસાર
હજુ ચારેક દિવસમાં તે અન્ય  રાજ્યોમાં આગળ
વધવાની શક્યતા છે પરંતુ
, ગુજરાત, સૌરાષ્ટ્ર માટે
નથી.

જો કે,સૌરાષ્ટ્ર
પર સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદનો દોર શરુ થતા લોકોને રાહત અને ઠંડક વળી છે.
તાપમાનનો પારો ઉત્તર ગુજરાતના અમદાવાદ
,ગાંધીનગર,વલ્લભવિદ્યાનગરમાં
૪૦ સે.થી વધારે હતો અને તે સિવાય સમગ્ર દક્ષિણ ગુજરાત
,સૌરાષ્ટ્ર અને
કચ્છમાં ૪૦ સે.નીચે ઉતર્યો છે.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *