– પોલીસે
કહ્યું, દર્દી કે કર્મચારીને અહી મોકલો
– ત્રણ
બીમાર દર્દી અંગે ડોકટરે ઉપરીને જાણ કર્યા બાદ ચોકીના જવાનોએ ત્રણ કલાકે કાર્યવાહી કરી
સુરત :
નવી
સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકીના જવાનો ત્રણ બીમાર દર્દીના એમએલસી માટે ઇમરજન્સી
વિભાગમાં નહી જતા વિવાદ થયો હતો. ઉપરી અધિકારીને જાણ કરાયા બાદ ચોકીના જવાનોએ ત્રણ
કલાક બાદ કાર્યવાહી કરી હતી.
વિવિધ
અકસ્માત, મારામારી
જેવા કેસને સિવિલ સહિત સરકારી હોસ્પિટલમાં મેડિકલ લીગસ કેસ (એમએલસી) ગણાય છે. તે
અંગે પોલીસને જાણ કરાય છે. જોકે, સિવિલમા ંતાવ, ઝાડા, ઉલટીથી પીડાતા દર્દી આવે અને તેમની સાથે કોઇ ન
હોય તો વોર્ડના ડોક્ટર દ્વારા તે દર્દીને
એમ.એલ.સી ગણી પોલીસને જાણ કરે છે. તેવા સમયે આજે સવારે ત્રણ બિમાર દર્દીઓ સારવાર માટે સિવિલમાં આવ્યા હતા.
જોકે તેમની સાથે કોઇ નહી હોવાથી ડોકટરે એમ.એલ.સી કરાવવામાં આવ્યા હતા.
ઉનપાટીયા
ખાતે રહેતો ૨૭ વર્ષીય ગુલાબ શેખને આજે સવારે બ્લડ પ્રેશર ઘટવા સહિત તકલીફ, પાંડેસરામાં ગણેશનગરનો
૩૫ વર્ષીય સીતારામ સદરામ ઝાડા ઉલ્ટી થતા અને વેસુનો ૪૦ વર્ષીય ઉમેશ યાદવ આજે સવારે
તાવ, શરીરમાં દુઃખાવો થતા સારવાર માટે સિવિલમાં આવ્યો હતો. જોકે
આ દર્દીઓ સાથે કોઇ નહી હોવાથી સિવિલમાં ઇમરજન્સી વિભાગમાં ડોક્ટરે એમએલસી કરાવ્યુ હતુ
અને દોઢ થી બે કલાક પછી ત્રણે દર્દીને જેતે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી
તે સમયે ડોકટર અને કર્મચારીએ સિવિલ ચોકીના પોલીસને કહ્યુ કે, આ ત્રણ દર્દીના એમ.એલ.સી કર્યુ હોવાથી ઇમરજન્સીમાં આવીને તેની નોંધ લેવી,
પણ ચોકીનો પોલીસે કહ્યુ કે, દર્દી કે કર્મચારીને
ચોકીમાં મોકલો, એમે ત્યાં નહી આવવાના. જેથી સિવિલના અધિકારીએ
પોલીસ અધિકારીને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી પી.એસ.આઇ આવ્યા બાદ અંદાજીત ત્રણ
કલાક પછી આ ત્રણ કેસની એમ.એલ.સી અંગેની નોંધ કરવામાં આવી હોવાનું ડોકટરે કહ્યુ હતું.