– સિકલસેલથી
પીડાતા યુવાન- યુવતી લગ્નગ્રંથીથી જોડાય તો તેમના સંતાનોને પણ આ બીમારી થઇ શકે છે
સુરત , :
સિકલસેલએ
લોહીની આનુવંશિક કે વારસાગત બીમારી આદિવાસીઓમાં જોવા મળે છે. રાજ્ય સરકારના સિક્લસેલ
એનિમીયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ દર વર્ષે ૧૯ જુને ધવિશ્વ સિકલસેલ દિવસધની ઉજવણી કરવામાં
આવે છે. સુરતમાં સિકલસેલ બીમારીથી ૨૭૨૨ દદીઓ પીડાઈ રહ્યા છે.
પ્રાપ્ત
વિગત મુજબ સિકલસેલનાં ગુજરાતમાં અંદાજીત ૩૪,૦૦૦ થી વધુ અને સુરતમાં ૨૭૨૨ દદીઓ છે. જ્યારે સુરત જિલ્લામાં સિકલસેલના
વાહક ૨૪,૨૫૮ દર્દીઓ હોવાનું જાણવા મળે છે. સિકલસેલથી પીડાતા
યુવાન અને યુવતી લગ્નગ્રંથિએ જોડાઇ, તો તેમના સંતાને પણ આ
બીમારી થવાની સકયતા છે. જેથી આ બીમારીના દર્દીઓએ
આ બીમારી સિવાયના વ્યક્તિ સાથે લગ્ન કરવા જોઈએ. જોકે લગ્ન કરતા પહેલા યુવક
અને યુવતીનો સિકલસેલનો ટેસ્ટ કારાવવો જોઇએ. એવું સુરત જિલ્લાના એકેડેમિક મેડિકલ
ઓફિસર ડો. કૈલાશ મહેતાએ જણાવ્યું હતું. જ્યારે નવી સિવિલના મેડિસિન વિભાગના
ડો.અશ્વિનભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સિકલસેલની બીમારી
વારસાગત એટલે અનુવંશિક બીમારી છે. જે હિમોગ્લોબીનમાં ખામી એટલે કે લોહીમાં ખામી
સર્જાય છે. આ બીમારી મટી સકતી નથી. પરંતુ દવાથી કંટ્રોલ રહી શકે છે. જોકે
હાઈડ્રોસીયુરિયા આને ફોલિક એસિડ દવા ડોક્ટરની સલાહ પ્રમાણે લેવી જોઈએ.
વધુમાં
કહ્યું કે લોહીની નળી બ્લોક કરી દે છે. જેના કારણે શરીરના જુદા જુદા અંગો પર અસર
જોવા મળે છે. જેમાં મગજ, ફેફસામાં, બરોડ, ઘૂંટણ, લીવર, આંખ, હૃદય સહિતના અંગો પર અસર થાય છે. આ બિમારી
અંબાજી થી લઇ ઉમરગામ સુધી પૂર્વ પટ્ટીમાં આવેલા આદિવાસીઓમાં જોવા મળે છે. જયારે
સિવિલમાં એક વર્ષમાં આ બિમારીથી પીડાતા ૩૫૦થી વધુ દર્દીઓ સારવાર અર્થે આવે છે.
– દક્ષિણ
ગુજરાતમાં સિકલસેલ આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે
સિવિલના
મેડીસીન વિભાગના વડા. કે.એન ભટ્ટે જણાવ્યુ કે, સિકલસેલ એ વારસાગત રોગ
છે. જે આદિવાસી વિસ્તારમાં ખાસ જોવા મળે છે. દક્ષિણ ગુજારાતમાં આદિજાતિ બહુલ વિસ્તારમાં ચૌધરી,વસાવા,ગામીત અને અન્ય જ્ઞાાતિઓ જોવા મળે છે. જેમકે મહારાષ્ટ્ર
અનેમધ્યપ્રદેના બોર્ડર વિસ્તારના ગામડામાં, દાહોદ, ગોધરા જેવા આદિવાસી વિસ્તારમાં સિકલસેલ જોવા મળે છે. જેથી આદિવાસી વિસ્તારમાં
લગ્ન કરતી વખતે સિકલસેલ બિમારી અંગે ટેસ્ટ કર્યા બાદ લગ્ન કરવા જોઇએ, જોકે સિકલસેલ આગામી પેઢીમાં પ્રસરે નહી તે માટે વડાપ્રધાનના હસ્તે દેશના ૧૭
રાજ્યમાં સિકલસેલ એનિમીયા નાબુદી મિશન વર્ષ ૨૦૪૭નો પ્રારંભ ગત વર્ષ ૨૦૨૩માં કરવામાં
આવ્યો હતો.
– સિકલસેલ બિમારીના
લક્ષણો
વ્યકિતને
હાથ-પગ દુઃખાવો, છાતીમાં દુઃખાવો, લોહીના ટકા ઓછા, થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જવા
માળે છે. જેથી તે વ્યકિત તરત સારવાર માટે ડોકટર પાસે જવુ જોઇએ.
– સિકલસેલ બિમારીમાં
તકેદારી રાખવી જરુરી
સિકલસેલ
બિમારીના દર્દીઓ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે, પુરતો પ્રમાણમાં પ્રવાહી
લેવુ, લીલા શાકભાજી વધુ ખાવો, નિયમિત દવા
લેવી, ઉજાગરો કરવા નહી
સહિતની તકેદારી રાખવા માટે ડો. અશ્વિન વસાવાએ કહ્યુ હતું.