– સાથે ન્હાવા અને બેડરૂમમાં સુવડાવવાના બહાને નરાધમની હરકતઃ બાળાએ માતાને ફરિયાદ કરી તો પત્નીને દિકરી સહિત મારી નાંખવાની ધમકી
– માતા કામ કરતી હોય ત્યારે પુત્રીને બેડરૂમમાં લઇ જઇ દરવાજો બંધ કરી પિશાચી કૃત્ય આચરતો હતોઃ રાતે પત્નીને બદલે પુત્રીની બાજુમાં સુઇ જઇ વિકૃત આનંદ માણતો હતો

સુરત

ચાર મહિના અગાઉ બીજા લગ્ન કરનાર વડોદની પરિણીતા પાંચ વર્ષની પુત્રી સાથે પતિ સાથે રહેતી હતી. પરંતુ લગ્નના માત્ર એક મહિનામાં જ પાંચ વર્ષીય પુત્રીને સાવકા પિતાએ પોતાની સાથે અવારનવાર બાથરૂમમાં ન્હાવા અને બેડરૂમમાં લઇ જઇ હોઠ ઉપર કીસ કરવા ઉપરાંત શારિરીક અડપલા કરી પોતાની હવસનો શિકાર બનાવવાની સાથે માતા-પુત્રીને મારી નાંખવાની ધમકી આપતા મામલો પાંડેસરા પોલીસમાં પહોંચ્યો છે.

મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાની 24 વર્ષીય પ્રિયંકા (નામ બદલ્યું છે) એ વર્ષ 2018 માં સમાજ રીતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પરંતુ દારૂ પી ત્રાસ ગુજારતા પતિ સાથે મનમેળ ન હોવાથી છુટાછેડા લઇ 5 વર્ષની પુત્રી સાથે વડોદ વિસ્તારમાં રહેતી માસીના ઘરે રહેતી હતી. માસીએ પ્રિયંકાના ભવિષ્યને ધ્યાનમાં લઇ ઘર નજીક રહેતા અને સાઇકલ રીપેરીંગની દુકાન ચલાવતા સંજય સિંહ (ઉ.વ. 35) નામના રાજસ્થાન ઝુનઝુન જિલ્લાના રહેવાસી સાથે ફેબ્રુઆરી 2024 માં બીજા લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ પ્રિયંકા 5 વર્ષની પુત્રી તન્વી (નામ બદલ્યું છે) ને લઇને સંજય સાથે રહેતી હતી અને સંજય સાવકી પુત્રી તન્વીને પણ પોતાની પુત્રીની જેમ રાખતો હતો. એકાદ મહિના બાદ બપોરે દુકાનેથી આવ્યા બાદ સંજય ન્હાવા માટે જે રીતે તન્વીને પોતાની સાથે લઇ જતો હતો તેવી રીતે લઇ ગયો હતો. પરંતુ તન્વી અચાનક રડતા-રડતા બહાર આવી હતી અને માતાને કહ્યું હતું કે પાપા હોઠ પે ચુમ્મી કરતે હે ઓર ગંદા કામ કરતે હે. જેથી પ્રિયંકા ચોંકી ગઇ હતી અને સંજયને ઠપકો આપ્યો હતો. પરંતુ સંજયે તું મેરે પે ગલત ઇલજામ લગા રહી હે, ઓર યે બાત કીસી કો બતાયી તો તુજે ઓર તેરી બેટી કો માર ડાલુંગા એવી ધમકી આપી હતી. જેથી પ્રિયંકા ડરી ગઇ હતી અને ત્યાર બાદ પણ સંજય તન્વીને પોતાની સાથે બાથરૂમમાં ન્હાવા લઇ જો હતો અને તેણી સુતેલી હોય ત્યારે ઉંચકીને બેડરૂમમાં લઇ જઇ દરવાજો અંદરથી બંધ કરી દેતો હતો. ઉપરાંત રાતે પણ પ્રિયંકાને બદલે તન્વીની બાજુમાં સુઇ જતો હતો. જેથી તન્વી સંજયને જોઇને ધ્રુજતી હતી. દસ દિવસ અગાઉ સંજય તન્વીને બેડરૂમમાં લઇ ગયો હતો અને હોઠ ઉપર કીસ કરવાની સાથે અડપલા કર્યા હતા. જેથી પ્રિયંકાએ ઠપકો આપતા તેને માર મારી સંજય ઘર છોડીને ચાલ્યો ગયો હતો. આ પ્રકરણમાં ગત રોજ પ્રિયંકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સંજયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *