Image Source: Twitter

Team India New Head Coach: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચની જાહેરાત કરી શકે છે. તેના માટે બોર્ડે પ્રોસેસ લગભગ પૂરી કરી લીધી છે. એવા સમાચાર હતા કે, ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બની શકે છે. પરંતુ એક રિપોર્ટ પ્રમાણે BCCIએ ગંભીરની સાથે-સાથે વધુ એક દિગ્ગજનું ઈન્ટરવ્યૂ લીધુ છે. ગંભીરે ઈન્ટરનેટ દ્વારા ઈન્ટરવ્યૂ આપ્યો છે. ટીમ ઈન્ડિયાના વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. 

ગંભીર હેડ કોચ બનવાની રેસમાં સૌથી આગળ

એક અહેવાલ પ્રમાણે ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ મંગળવારે ગૌતમ ગંભીરની સાથે-સાથે પૂર્વ ભારતીય ક્રિકેટર વૂરકેરી વેંકટ રમનનો પણ ઈન્ટરવ્યૂ લીધુ હતું. ગંભીર હાલમાં હેડ કોચ બનવાની રેસમાં સૌથી આગળ છે. સમાચાર મુજબ રમન પણ પ્રબળ દાવેદાર છે. તેમણે ઈન્ટરવ્યૂ દરમિયાન સારું પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે. પરંતુ નવા હેડ કોચ કોણ હશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. 

ગૌતમ ગંભીરે વર્ચ્યુઅલ ઈન્ટરવ્યૂ આપ્યું

BCCIના એક સૂત્ર પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગૌતમ ગંભીરે વર્ચ્યુઅલ ઈન્ટરવ્યૂ આપ્યું છે. પરંતુ રમને પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે. તે ખૂબ જ વિસ્તારથી તૈયાર કરવામાં આવ્યું હતું. હવે સીએસી બુધવારે વિદેશી ઉમેદવારનું ઈન્ટરવ્યૂ લેશે. તેમાં કોણ-કોણ સામેલ થશે તે અંગે ખુલાસો નથી થઈ શક્યો. BCCI નવા સિલેક્ટરની પણ તલાશ કરી રહી છે. તેના માટે કેટલાક ઉમેદવારને શોર્ટ લિસ્ટ પણ કરવામાં આવ્યા છે. સિલેક્ટર પદ માટે ટૂંક સમયમાં ઈન્ટરવ્યૂ લેવામાં આવી શકે છે. પરંતુ આ અંગે હજું સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર માહિતી સામે નથી આવી. 

ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. ભારતના વર્તમાન હેડકોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થઈ જશે. દ્રવિડે હેડ કોચ માટે બીજી વખત અરજી નહોતી કરી. તેઓ હવે બ્રેક લેવા માગે છે. દ્રવિડ સતત બે વખત ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહ્યા છે.  

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *