દિલ્હીમાં હોટલ બુકિંગ નહીં મળતા 25 લોકો ફસાયા
25 લોકોએ દોઢ મહિના પહેલા બુકિંગ કર્યું હતું
દિલ્હીની દ્વારકા સેક્ટર 26માં હોટલમાં બુકિંગ કર્યું હતું
સુરતમાં મેક માય ટ્રીપ દ્વારા છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં સુરતથી દિલ્હી ગયેલા 25 લોકો ફસાયા છે. તેમાં દિલ્હીમાં હોટલ બુકિંગ નહીં મળતા 25 લોકો ફસાયા હતા. 25 લોકોએ દોઢ મહિના પહેલા બુકિંગ કર્યું હતું. તેમજ દિલ્હીની દ્વારકા સેક્ટર 26માં હોટલમાં બુકિંગ કર્યું હતું. ફેબ એક્સપ્રેસ નામની હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યુ હતુ.
રૂમ બુક કરી પેમેન્ટ પણ ચૂકવી દીધું હતું
રૂમ બુક કરી પેમેન્ટ પણ ચૂકવી દીધું હતું. તેમાં દિલ્હી પહોંચતા ખબર પડી કે આવું કોઈ બુકિંગ નથી. 25 લોકોએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આજ રોજ સુરતથી દિલ્હી ગયેલા 25 લોકોએ એક દોઢ મહિના પહેલા મેક માય ટ્રીપમાં બુકિંગ કર્યું હતું. તેમાં દિલ્હીની દ્વારકા સેક્ટર 26માં fab Express નામની હોટલમાં પોતાની રૂમ બુક કરી હતી અને પેમેન્ટ પણ કર્યું હતું. પરંતુ આજે દિલ્હી જતા ખબર પડી કે આવું કોઈ બુકિંગ નથી. અને હોટલમાં જગ્યા પણ ખાલી નથી. જેથી 25 લોકોનું ટોળું મેક માઈ ટ્રીપનો કોન્ટેક્ટ કરતા ગલ્લા તલ્લા કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. જેમાં યોગ્ય જવાબ નહીં મળતા આખરે દિલ્લી પોલીસને બોલાવી અને ફરિયાદ આપી હતી.
મેક માય ટ્રીપનું રેટિંગ લખવાના નામે લૂંટ
અગાઉ પણ એક છેકરપિંડીની ઘટના બની હતી. જો તમે મેક માય ટ્રિપ ટ્રાવેલ વેબસાઈટ પર કોઈપણ હોટલને રેટિંગ આપો છો, તો તેના બદલામાં 500 થી 1500 રૂપિયા આપવામાં આવશે. મેક માય ટ્રીપ કંપનીનું નામ લઈને છેતરપિંડી કરતી ગેંગ લોકોને વિશ્વાસમાં લઈ લે છે. તેઓ લોકોને નકલી સભ્યો પણ બનાવે છે અને રિવ્યુ અને રેટિંગના બદલામાં પૈસા પણ આપે છે. આ બધી વસ્તુઓ યુઝર્સના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને પછી આગળની રમત શરૂ થાય છે. જ્યારે લોકો મેમ્બર બને છે અને રિવ્યુ આપે છે, ત્યારે તેઓ એ જ યુઝર્સને ડાયમંડ મેમ્બર બનવાની લાલચ આપે છે. તેમને કહેવામાં આવે છે કે જો તેઓ ડાયમંડ મેમ્બર બની જાય છે અને કંપનીમાં નાણાંનું રોકાણ કરે છે, તો કંપની તેમને તેમના પૈસા પર ખૂબ જ ઊચું વળતર આપશે. આ જ રીતે આ લોકોએ ગુજરાતના એક વ્યક્તિને ફસાવીને તેને થોડા સમય સુધી રિવ્યુના નામે પૈસા આપતા રહ્યા, પરંતુ પછી તેણે તેને વધુ લાલચ આપી અને ડાયમંડ મેમ્બરમાં રોકાણ કરવાનું કહ્યું, પરંતુ તે પછી આ લોકો ગાયબ થઈ ગયા. પીડિતાએ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ત્યારબાદ તપાસ શરૂ કરી હતી.