અમદાવાદમાં પેટ્રોલપંપ પર મહિલાને કડવો અનુભવ
વોશરૂમ ગયેલી મહિલાનો ઉતાર્યો વીડિયો
અંજલિ ચાર રસ્તા પર આવેલા પેટ્રોલ પંપનો બનાવ
પેટ્રોલ પંપ પર મહિલા ટોઇલેટ વાપરતા સાવઘાન રહેજો. જેમાં અમદાવાદમાં પેટ્રોલપંપ પર મહિલાને કડવો અનુભવ થયો છે. તેમાં વોશરૂમ ગયેલી મહિલાનો વીડિયો ઉતાર્યો હતો. અંજલિ ચાર રસ્તા પર આવેલા પેટ્રોલ પંપમાં આવો બનાવ બન્યો છે. જેમાં મહિલાએ બૂમાબૂમ કરતા વીડિયો ઉતારનાર ફરાર થયો હતો. ફરિયાદ કરતા સુપરવાઈઝરે હાથ અધ્ધર કર્યા છે.
સુપરવાઈઝરે જણાવ્યું છે કે તમારાથી થાય તે કરી લો
સુપરવાઈઝરે જણાવ્યું છે કે તમારાથી થાય તે કરી લો. તેમજ પોલીસ પાસે મહિલાએ ન્યાય માટે ગુહાર લગાવી છે. તથા પાલડી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મહિલા પેટ્રોલપંપમાં ટોયલેટ માટે ગઇ હતી તેમાં મહિલાનો વીડિયો ઉતાર્યો હતો. અંજલિ ચાર રસ્તા પર આવેલા IOC પેટ્રોલપંપ પર આ ખરાબ ઘટના બની છે. જેમાં મહિલાએ બૂમાબૂમ કરતા વીડિયો ઉતારનાર શખ્સ ફરાર થયો છે. તેમાં મહિલાએ પેટ્રોલપંપના સુપરવાઈઝરને ફરિયાદ કરતા સુપરવાઈઝરે હાથ અદ્ધર કર્યા છે.
કોઈપણ પેટ્રોલ પંપ પર આ સુવિધા ન મળે તો તમે તેની ફરિયાદ કરી શકો છો
જોકે પેટ્રોલ પંપ એવી જગ્યા છે જ્યાં દરરોજ હજારો લોકો આવે છે. એટલા માટે અહીં કેટલીક એવી સુવિધાઓ હોવી જરૂરી છે, જેનો લોકો વારંવાર ઉપયોગ કરે છે. આવી જ એક સુવિધા છે ટોયલેટ, પેટ્રોલ પંપ પર લેડીઝ અને જેન્ટ્સ ટોયલેટ હોવું જરૂરી છે. એટલે કે, જો તમે લાંબી મુસાફરી પર છો અને તમારે શૌચાલય જવું છે, તો તમે પેટ્રોલ પંપનું સ્થાન દાખલ કરી શકો છો. જો તમને કોઈપણ પેટ્રોલ પંપ પર આ સુવિધા ન મળે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. શૌચાલય ઉપરાંત પેટ્રોલ પંપ પર પીવાના પાણીની સુવિધા હોવી પણ જરૂરી છે. તમે જોયું હશે કે દરેક પેટ્રોલ પંપ પર વોટર આરઓ લગાવવામાં આવ્યા છે. અહીંથી તમે તમારી પાણીની બોટલ રિફિલ કરી શકો છો અને પાણી પણ પી શકો છો. જો પાણીની સુવિધા ન હોય તો તમે પેટ્રોલ પંપ મેનેજર પાસે તેની માંગ કરી શકો છો.