રાજકીય લોકોને જાણતા હોવાનું કહી ભોગ બનાવતા
સરકાર તરફે બે ગુના અમે નોધ્યા છે : રાજકુમાર
સોમા પટેલને ડોમેસ્ટિક ફ્રોડનો ચાલતો હતો કેસ
સાયબર સેલના અધિકારીઓના નામે પૈસાની માંગણી કરવામાં આવી છે. જેમાં CID ક્રાઈમના ADGP રાજકુમાર પાંડિયનનું નિવેદન સામે આવ્યું છે. તેમાં રાજકીય લોકોને જાણતા હોવાનું કહી ભોગ બનાવતા હતા. જેમાં સરકાર તરફે બે ગુના અમે નોધ્યા છે. તથા સોમા પટેલને ડોમેસ્ટિક ફ્રોડનો કેસ ચાલતો હતો. તેમજ જીતુ બારોટે રૂપિયા 3 કરોડ માગ્યા હતા. તથા CIDએ તાત્કાલિક સોમાભાઈનું ધ્યાન દોર્યું હતું.
સીઆઈડી ક્રાઈમના સાઈબર સેલમાં એકાઉન્ટ ફ્રિજ તથા અનફ્રિજ કરાવવામાં આવે છે
સીઆઈડી ક્રાઈમના સાઈબર સેલમાં એકાઉન્ટ ફ્રિજ તથા અનફ્રિજ કરાવવામાં આવે છે. જેમાં મેઈલ મારફતે એકાઉન્ટ અનફ્રીજ કરવા પ્રકિયા કરવાની રહે છે. તથા રુબરુ કોઈ આવીને રજુઆત કરે છે. તેમાં સાઈબર સેલના અધિકારીઓના નામે પૈસા માગણી કરતા હોવાનું ધ્યાન આવ્યુ છે. તથા અધિકારીઓ અને રાજકીય લોકોને જાણતા હોવાનુ કહી લોકોને ભોગ બનાવતા હતા. જેમાં ઝુંબેશ આવા કેસોમાં ચલાવી હતી અમે તેમાં સરકાર તરફે બે ગુના અમે નોધાયા છે. તથા સોમાભાઈ પટેલ નામના વ્યક્તિને ડોમેસ્ટિક ફ્રોડ થયેલ હતુ અને કેસ ચાલતો હતો. જેમાં જીતુ બારોટ નામના વ્યક્તિએ મધ્યસ્થી કરીને અધિકારીઓને જાણ છુ કહી ડીજીપી અને સીઆઈડી ક્રાઈમના વડાને વાત કરી દીધી છે. તેમ કહી જીતુ બારોટે ત્રણ કરોડ રૂપિયા માગ્યા હતા.
સીઆઈડી ક્રાઈમે તાત્કાલિક સોમાભાઈને બોલાવી ઘટનાનું ધ્યાન દો્યું
સીઆઈડી ક્રાઈમે તાત્કાલિક સોમાભાઈને બોલાવી ઘટનાનું ધ્યાન દો્યું હતુ. તેમાં ફરીયાદી ફરીયાદ આપવા માગતા ન હોવાથી સરકાર ફરીયાદી બની છે. તેમજ ફેબ્રુઆરી મહિનામાં દિનેશ દેશમુખ ઈંસ્ટાગ્રામ મારફતે વિઝા મેળવવા માટે 22 હજારનું પેમેન્ટ કરેલ છે. તથા ડાંગ જિલ્લામાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં આશિષ તોમર નામના વ્યક્તિએ છેતરપિંડી કરી હતી એને બોલાવી પૈસા પરત આપ્યા હતા. એના કેસમા એકાઉન્ટ અનફ્રીજ કરવા માટે કહેવાયું હતુ. જોકે આશિષ તોમર અગાઉ ગુનામાં સંડોવાયેલ હોવાના કારણે એકાઉન્ટ ફ્રિજ રાખ્યુ હતુ. તથા સીઆઈડી ક્રાઈમના જ હંગામી કર્મચારી આશિષ રાણાએ રૂપિયા 70 હજાર માગણી કરી હતી. જેમાં રાણા અને તોમર વચ્ચે થયેલ વાતચીત ધ્યાને આવેલ છે. તેથી કાર્યવાહી કરવામાં આવશે.