વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
એરપોર્ટ ઓથીરિટીને મેઈલ દ્વારા ધમકી અપાઈ
ધમકી ભર્યો ઇમેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં એરપોર્ટ ઓથીરિટીને ઇમેલ દ્વારા ધમકી અપાઈ છે. તેમાં ધમકી ભર્યો ઇમેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે. તેમજ સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે. તેમાં શાળાઓ અને એરપોર્ટ જેવા જાહેર સ્થળોને બોમ્બથી ધમકી ઉડાડી દેવાની ધમકીઓ મળવાનો સિલસિલો અટક્યો નથી અને હવે વડોદરા એરપોર્ટને બોમ્બથી ધમકી ઉડાડી દેવાની ધમકી મળી છે.
4 કલાકની તપાસ બાદ કશુ વાંધાજનક ન મળી આવતા તંત્રએ હાશકારો લીધો
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે 4 કલાકની તપાસ બાદ કશુ વાંધાજનક ન મળી આવતા તંત્રએ હાશકારો લીધો છે. જેમાં એરપોર્ટ ડાયરેકટર પ્રદીપ ડોબરિયાલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે 11.42 કલાકે ઇમેલ દ્વારા ધમકી મળી હતી. જેમાં દેશના 15 થી વધુ એરપોર્ટને એકસાથે ધમકી મળી છે. તેમાં ઈંગ્લીશ ભાષામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં કોઈ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમજ ડીસીપી પન્નાબેન મોમાયાનું નિવેદન છે કે સી.આઈ.એસ.એફ અને પોલીસે 4 કલાક તપાસ કરી છે. બોમ્બ સ્ક્વોડ,બોમ્બ થ્રેડ સિક્યુરિટી સહિતની એજન્સીઓ કામે લાગી હતી. તથા ઇમેલ મોકલનાર અજાણ્યા શખ્સ સામે હરણી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.
ચેકિંગમાં પોલીસની સાથે CISFની ટીમ પણ જોડાઇ
એરપોર્ટ ઓથોરીટીને ઈમેલ દ્વારા ધમકી મળતા પોલીસ અને એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલ એરપોર્ટ પર પોલીસ અને CISF દ્વારા આ મામલે ચેકિંગ કરવામાં આવ્યું છે. આ ચેકિંગમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ પણ જોડાયું છે. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળતા એરપોર્ટ ઓથોરીટીનું તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસની ટીમ પણ ધમકી મળ્યાની જાણ થતાની સાથે જ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા સમગ્ર એરપોર્ટ સંકુલનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગમાં પોલીસની સાથે CISFની ટીમ પણ જોડાઇ છે.
વડોદરા એરપોર્ટને અંગ્રેજીમાં લખેલ એક મેઈલ મળ્યો હતો
વડોદરા એરપોર્ટને અંગ્રેજીમાં લખેલ એક મેઈલ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે વડોદરા એરપોર્ટ પર બોમ્બ છે અને તમે બધા મરી જવાના છો. ધમકીભર્યા મેલ મળ્યા બાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ સમગ્ર સંકુલની સાથે પોલીસ દ્વારા એરપોર્ટ પર પ્રવેશ થતાં દરેક વાહનની અને મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. CISF એરપોર્ટ સંકૂલની અંદર સઘન ચેકિંગ કરી રહ્યું છે. હાલ ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જો કે હાલ આ ઇમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો, કોણે મોકલ્યો હતો તે અંગે કોઈ ખુલાસો થયો નથી. હાલ પોલીસ અને તંત્ર સઘન ચેકિંગ કરી રહ્યું છે. આ પહેલા પણ દિલ્હી અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા.