અમદાવાદ,રવિવાર

લાંભામાં રહેતો યુવક એક યુવતી સાથે એક તરફી પ્રેમ કરતો હતો તેની જાણ મિત્રને કરી હતી જેથી મિત્રે તેનો ફાયદો ઉઠાવીને તે એક તાંત્રિકને ઓળખે છે તે તારી મનગમતી યુવતીને તાંત્રિક વિધિથી તારા વશમાં કરી દેશે કહીને કુલ રૃા. ૪ લાખ પડાવી લીધા હતા. જેથી યુવક દેવાદાર થઇ જતા એક વર્ષ અગાઉ તેણે આપઘાત કર્યો હતો. આ ઘટનામાં મૃતકની બહેને તેનો મોબાઇલ ફોન ચેક કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ અંગે અસલાલી પોલીસે મિત્ર સામે દુષ્પ્રેરણનો ગુનો નોધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

એક વર્ષ અગાઉ બનેલી ઘટનામાં બહેને મૃતકનો ફોન ચેક કરતા ભાંડો ફૂટયો ઃ મૃતકે લખેલી ચિટ્વી આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

લાંભામાં રહેતા વૃદ્ધે અસલાલી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો ૨૩ વર્ષીય પુત્ર ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તા.૦૯-૦૫-૨૦૨૩ના રોજ ઘરમાં ઉપરના માળે કસરત કરવા ગયો હતો અને હીંચકાના કડામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. 

જેથી અસલાલી પોલીસને જાણ કરતા લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. આ અંગે જે તે સમયે અસલાલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૃ કરી હતી. ત્યારબાદ તેમની બહેને મૃતક યુવકનો ફોન ચેક કરતા આરોપી સાથે ઘણા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેથી પરિવારજનો તેના ઘરે જઇને પૂછતા તે તેમના પુત્રનો મિત્ર છે અને તેમનોે પુત્ર કોઇ યુવતી સાથે એક તરફી પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતુ. જેથી આરોપીને રૃપિયાની જરૃર હોવાથી તેને મૃતક યુવકને વાતોમાં લઇને તાંત્રિક વિધિથી મનગમતી યુવતી સાથે લગ્ન કરાવી આપવાનું કહ્યું હતું. એટલું જ નહી આરોપીએે તેને એક તાંત્રિક ઓળખે છે તે વિધિ કરીને તારી મનગમતી યુવતીને વશમાં કરી લેશે તેના બદલામાં તાંત્રિકને રૃપિયા પડશે કહીને તાંત્રિક વિધિના બહાને ક્રેડિટ કાર્ડથી કુલ રૃા. ૪ લાખ પડાવી લીધા હતા. અને આરોપી પણ કામધંધો કરતો ન હોવાથી તેને રૃપિયા વાપરી નાખ્યા હતા.બીજીતરફ  એક ચિઠ્ઠી મળી હતી તે તેમની દિકરીએ પોતાની પાસે રાખી મૂકી હતી. ચિઠ્ઠીમાં આરોપીએ તેની પાસેતી  રૃપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યુ હતુ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *