અમદાવાદ,રવિવાર

ગીતામંદિર પાસે શનિવારે બપોરે રૃા.૮૫ લાખના સોનાની લૂંટનું તરકટ બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં સોનીના ત્યાં નોકરી કરતા કર્મચારીએ તેના બે મિત્રો સાથે મળીને મોજશોખ કરવા માટે મહિના પહેલા લૂંટ કરવાનો પ્લાન ઘડયો હતો. કાગડાપીઠ પોલીસે આ ઘટનામાં પોલીસ પુત્ર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિના પહેલા લૂંટનો કારસો ઘડયો, કાગડાપીઠ પોલીસે પોલીસ પુત્ર સહિતની ત્રણની ધરપકડ કરી

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ, એસ.એ.પટેલના જણાવ્યા મુબજ ગઇકાલે લૂંટના નાટકની ઘટનામાં જ્વેલર્સના ત્યાં નોકરી કરતા ધર્મ ઠક્કર તથા પોલીસ પુત્ર કેશવ ત્રિપાઠી અને હર્ષ ટંડેલની ધરપકડ કરીને મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસ પુછપરછમાં ત્રણેય યુવકો કોલેજના મિત્ર છે અને જ્યારે કેશવ ત્રિપાઠીના પિતા પોલીસ હેડ ક્વાટર્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.

ત્રણેય મિત્રોે મોજશોખ માટે લૂંટ કરવાનો પ્લાન  એક મહિના પહેલા બનાવ્યો હતો એટલું જ નહી સોનીના કર્મચારીના જણાવ્યા મુજબ સોનીના ત્યાં લૂંટ થઇ હોવાનું નાટક કરવાનું હતું. પરંતુ તેના મિત્રોની મુરખામીના કારણે ગીતા મંદિર આરોગ્ય ભવન પાસે સોનું ભરેલો થેલો આપ્યો હતો અને સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે આ નાટકની હકીકત બહાર આવી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *