– મૂળ પ્લાનિંગ પ્રમાણે નાતાલ વખતે રીલિઝ થવાની હતી
– અક્ષય કુમારે આમિર ખાનનો મુકાબલો કરવાનું ટાળ્યું, ફિલ્મનું ઘણું કામ બાકી હોવાનો દાવો
મુંબઇ: અક્ષય કુમારની ‘વેલકમ ટૂ ધી જંગલ’ ફિલ્મ હવે આગામી નાતાલને બદલે ૨૦૨૫નાં વર્ષમાં રીલિઝ થશે. ફિલ્મનું ઘણું કામ હજુ બાકી હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.
મૂળ પ્લાનિંગ પ્રમાણે નાતાલ વખતે અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ ટૂ ધી જંગલ’નો મુકાબલો આમિર ખાનની ‘સિતારે ઝમીન પર ‘ સામે થવાનો હતો. પરંતુ, અક્ષયની ફિલ્મની સ્ટારકાસ્ટ બહુ મોટી હોવાથી તથા વીએફએક્સ સહિતના કામમાં બહુ સમય લાગી રહ્યો હોવાથી હવે નાતાલ વખતે તેની રીલિઝ શક્ય નહિ બને. આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત સુનિલ શેટ્ટી, અરશર વારસી, પરેશ રાવલ, તુષાપ કપૂર, શ્રેયસ તળપદે, રવીના ટંડન, લારા દત્તા તથા જેકલિન ફર્નાન્ડિઝ સહિતના કલાકારો કામ કરી રહ્યા છે. અક્ષયના આ નિર્ણયથી આમિર ખાનની ‘સિતારે ઝમીન પર ‘ને બોક્સ ઓફિસ પર સોલો રીલિઝ તરીકે ફાયદો થશે.
જોકે, બોલીવૂડના ટ્રેડ સમીક્ષકોના જણાવ્યા અનુસાર કેટલાય સમયથી સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ બરાબર ચાલતી નથી. આમિરની ‘સિતારે ઝમીન પર ‘ પણ એક સ્પોર્ટસ ડ્રામા હોવાથી તેની સફળતા વિશે કોઈ પ્રકારે ધારણા બાંધી શકાય તેમ નથી.