T20 World Cup India Vs Afghanistan: ટી20 વર્લ્ડકપ 2024માં અત્યાર સુધીમાં 7 ટીમો સુપર-8 માટે ક્વોલિફાય થઇ ચૂકી છે. ભારત ત્રણ જીત અને સાત પોઈન્ટ સાથે ગ્રૂપ Aમાં સૌથી ઉપરનું સ્થાન ધરાવે છે. 20 જૂને ભારત આગળની મેચ અફઘાનિસ્તાન સાથે રમશે. ભારત સાથે ગ્રૂપ-1માં ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેલ છે. ચોથી ટીમ બાંગ્લાદેશ અને નેધરલેન્ડમાંથી કોઈ એક હશે. જે બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે સોમવારે રમાનારી મેચ પરથી નક્કી થશે.

સ્કોટલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની જીત પછી ગ્રૂપ-2ની ટીમનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. આ ગ્રૂપમાં અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. સુપર-8નો પહેલો મેચ 19 જૂનના રોજ ભારતીય સમયનુસાર રાતે આઠ વાગ્યે દક્ષિણ આફ્રિકા અને અમેરિકા વચ્ચે રમાશે. ભારત પહેલો મેચ 20 જૂને રમશે.

સુપર-8માં ભારતની મેચ

સુપર-8માં ભારત પહેલો મેચ અફઘાનિસ્તાન સામે બ્રિજટાઉન ખાતે ભારતીય સમયાનુસાર રાતે 8 વાગ્યે શરુ થશે. સુપર-8માં ભારતના બધા મેચ ભારતીય સમયાનુસાર જ રમાશે. 22 જૂને નોર્થ કાઉન્ડમાં ભારતની ટક્કર બાંગ્લાદેશ અથવા નેધરલેન્ડમાંથી કોઈ એક ટીમ સાથે થશે. આ રાઉન્ડમાં ભારત પોતાનો છેલ્લો મેચ ઑસ્ટ્રેલિયા સામે 24 જૂને રમશે.

આ દિવસે ભારત રમી શકે સેમિ ફાઈનલ

ટી20 વર્લ્ડકપ 2024નો પહેલો સેમિ ફાઈનલ ભારતીય સમયનુસાર 27 જૂને સવારે 6 વાગ્યે રમાશે. બીજો સેમિ ફાઈનલ રાતે 8 વાગ્યે ગયાનામાં રમાશે. ફાઈનલ 29 જૂને બ્રિજટાઉન ખાતે રાતે 8 વાગ્યે રમાશે. પહેલા સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, જ્યારે બીજા સેમિ ફાઇનલ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *