Image Source: Twitter
T20 World Cup 2024 Super 8 Schedule: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાઈ રહેલો T20 વર્લ્ડ કપ 2024 હવે સુપર-8માં એન્ટ્રી કરી ચૂક્યો છે. રવિવારે સ્કોટલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની 5 વિકેટથી જીતે ઈંગ્લેન્ડનું નસીબ ચમકાવી દીધુ છે અને તેણે સુપર-8માં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે જ સુપર-8માં પહોંચનારી 8મી અને છેલ્લી ટીમ બાંગ્લાદેશ બની ગઈ છે. બાંગ્લાદેશે નેપાળને 21 રને હરાવીને સુપર-8માં એન્ટ્રી મારી લીધી છે.
ગ્રુપ-Aથી ભારતીય ટીમ અને અમેરિકા (USA)એ ક્વોલિફાય કર્યું છે. બીજી તરફ ગ્રુપ-Bથી ઓસ્ટ્રેલિયા અને ઈંગલેન્ડે એન્ટ્રી કરી છે. ગ્રુપ-Cમાંથી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે સ્થાન બનાવ્યુ છે. જ્યારે ગ્રુપ-Dમાંથી આફ્રિકા અને બાંગ્લાદેશ સુપર-8માં ક્વોલિફાય કરી ચૂક્યુ છે.
નેપાળને હરાવીને બાંગ્લાદેશ સુપર-8માં પહોંચ્યું
કિંગ્સટાઉન (સેન્ટ વિંસેન્ટ)માં રમાયેલી મેચમાં યુવા ફાસ્ટ બોલર તન્ઝીમ હસન સાકિબે 7 રન આપીને 4 વિકેટ ઝડપી પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે બાંગ્લાદેશે નેપાળને 21 રનથી હરાવીને T20 વર્લ્ડ કપના સુપર-8માં પોતાનું સ્થાન બનાવી લીધુ છે.
બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા 19.3 ઓવરમાં 106 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં નેપાળનો સ્કોર એક સમયે 5 વિકેટ પર 78 રન હતો પરંતુ તેમણે 7 રનની અંદર પોતાની બાકી રહેલી 5 વિકેટ ગુમાવી દીધી અને તેની આખી ટીમ 19.2 ઓવરમાં 85 રન પર આઉટ થઈ ગઈ.
ભારતની પ્રથમ મેચ 20 જૂનના રોજ
સુપર-8માં 4-4 ટીમના બે ગ્રુપ રહેશે. આ બે ગ્રુપોથી જ ટોપ પર રહેતી 2-2 ટીમોને સેમીફાઈનલમાં સ્થાન મળશે. ગ્રુપ-1માં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન છે. બીજી તરફ ગ્રુપ-2માં વેસ્ટ ઈન્ડિઝ, USA, દક્ષિણ આફ્રિકા અને ગત ચેમ્પિયન ઈંગ્લેન્ડને રાખવામાં આવી છે.
રોહિત શર્માની કેપ્ટનશિપ વાળી ભારતીય ટીમ સુપર-8 સ્ટેજમાં પોતાની પ્રથમ મેચ 20 જૂનના રોજ બારબાડોસમાં રમશે. આ મેચ અફઘાનિસ્તાન સામે રમાશે. ત્યારબાદ બીજો મુકાબલો 22 જૂનના રોજ એન્ટીગામાં રમાશે. આ મેચમાં બાંગ્લાદેશ સાથે ટક્કર થશે.
સપર-8માં ભારતીય ટીમ પોતાની છેલ્લી મેચ 24 જૂનના રોજ સેન્ટ લૂસિયામાં રમશે. આ મુકાબલો જોરદાર થઈ શકે છે જેમાં ઓસ્ટ્રેલિયા સામે ટક્કર થશે. સુપર-8માં તમામ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:00 વાગ્યાથી શરૂ થશે.
સુપર-8 ગ્રુપ
ગ્રુપ-1: ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન
ગ્રુપ-2: USA, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા
T20 વર્લ્ડ કપ 2024માં સપુર-8 મેચમાં શેડ્યૂલ
19 જૂન- USA vs સાઉથ આફ્રિકા, એન્ટીગા, રાત્રે 8:00 વાગ્યે
20 જૂન- ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ, સેન્ટ લૂસિયા, સવારે 6:00 વાગ્યે
20 જૂન- અફઘાનિસ્તાન vs ભારત, બારબાડોસ, રાત્રે 8:00 વાગ્યે
21 જૂન- ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ, એન્ટીગા, સવારે 6:00 વાગ્યે
21 જૂન- ઈંગ્લેન્ડ vs સાઉથ આફ્રિકા, સેન્ટ લૂસિયા, રાત્રે 8:00 વાગ્યે
22 જૂન- USA vs ઈંગ્લેન્ડ, બારબાડોસ, સવારે 6:00 વાગ્યે
22 જૂન- ભારત vs બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6:00 વાગ્યે
23 જૂન – અફઘાનિસ્તાન vs ઓસ્ટ્રેલિયા, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6:00 વાગ્યે
23 જૂન – યુએસએ vs ઈંગ્લેન્ડ, બારબાડોસ, રાત્રે 8:00 વાગ્યે
24 જૂન – વેસ્ટ ઈન્ડિઝ vs સાઉથ આફ્રિકા, એન્ટિગુઆ, સવારે 6:00 વાગ્યે
24 જૂન – ઓસ્ટ્રેલિયા vs ભારત, સેન્ટ લુસિયા, રાત્રે 8:00 વાગ્યે
25 જૂન – અફઘાનિસ્તાન vs બાંગ્લાદેશ, સેન્ટ વિન્સેન્ટ, સવારે 6:00 વાગ્યે
27 જૂન- સેમીફાઈનલ 1, ગુયાના, સવારે 6:00 વાગ્યે
27 જૂન- સેમીફાઈનલ, ત્રિનિદાદ, રાત્રે 8:00 વાગ્યે
29 જૂન- ફાઈનલ, બારબાડોસ, રાત્રે 8:00 વાગ્યે