Image Source: Twitter
Babar Azam: T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની ટીમ સુપર-8 રેસમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે રવિવારે T20 વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં આયર્લેન્ડને હરાવ્યા બાદ કહ્યું કે, અમે સ્વદેશ પરત ફરીને જોઈશું કે શું કમી રહી કારણ કે અમે એક ટીમ તરીકે સારા નહોતા. પાકિસ્તાનની શાનદાર બોલિંગના કારણે આયર્લેન્ડ 20 ઓવરમાં નવ વિકેટ પર માત્ર 106 રન જ બનાવવા દીધા હતા. જવાબમાં આયર્લેન્ડે પણ પોતાના બોલરોના કારણે આ લક્ષ્યાંક પાકિસ્તાન માટે પડકારજનક બનાવ્યો હતો. જેણે 18.5 ઓવરમાં સાત વિકેટ પર 111 રન બનાવીને જીત મેળવી હતી. બાબર આઝમ (34 બોલમાં બે ચોગ્ગા) અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો જ્યારે શાહીન શાહ આફ્રિદીએ પાંચ બોલમાં બે છગ્ગા સાથે અણનમ 13 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી હતી.
પોતાના દેશમાં પરત ફરીને ભૂલ જોઈશું
બાબરે આયર્લેન્ડ સામે ત્રણ વિકેટની જીત બાદ એવોર્ડ સેરેમનીમાં કહ્યું કે, અમે મેચમાં શરૂઆતમાં વિકેટ ઝડપી હતી. પરંતુ અમે સારી બેટિંગ નહોતી કરી. સતત વિકેટો ગુમાવી પરંતુ માંડ-માંડ લક્ષ્ય સુધી પહોંચી ગયા. બોલિંગ માટે પરિસ્થિતિ અનુકૂળ હતી, પરંતુ અમેરિકા અને ભારત સામે બેટિંગમાં કેટલીક ભૂલો થઈ હતી. જ્યારે તમે વિકેટ ગુમાવો છો ત્યારે તમારા પર દબાણ આવે છે. જોઈએ કે ટીમ શું ઈચ્છે છે. હવે પાકિસ્તાન પરત ફરીને જોઈશું કે શું કમી રહી હતી. અમે નજીકની મેચોમાં પાછળ રહી ગયા અને ટીમ તરીકે સારું પ્રદર્શન ન કરી શક્યા.
મેં બીજી વખત કેપ્ટનશિપ નહોતી માગી
બાબર આઝમે કહ્યું કે, જ્યારે મેં પહેલીવાર કેપ્ટન્શિપ છોડી ત્યારે મને લાગ્યું કે મારે હવે કેપ્ટનશિપ ન કરવી જોઈએ નહીં અને મેં પોતે જ તેની જાહેરાત કરી હતી. જ્યારે PCBએ મને ફરીથી જવાબદારી માટે બોલાવ્યો, તે તેમનો નિર્ણય હતો. હવે અમે પરત ફરીને તેના પર ચર્ચા કરીશું. જો હું ફરીથી કેપ્ટનશીપ છોડી દઈશ તો હું બધાને જણાવી દઈશ. હાલમાં મેં આ અંગે નથી વિચાર્યું અને નિર્ણય PCB પર નિર્ભર છે.
બાબર આઝમે આગળ કહ્યું કે, તમે કેવી રીતે રમવા માંગો છો તે અંગે ચોક્કસ માનસિકતા રાખી શકો છો. પરંતુ તમે ત્યાં જઈને દરેક બોલ પર છગ્ગો ન ફટકારી શકો અથવા દરેક બોલ પર વિકેટ ન લઈ શકો. તમારે પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવું પડશે. મને જણાવો કે, અહીં કેટલી મેચોમાં બેટ્સમેનોએ સંઘર્ષ કર્યો છે? હા, આપણે લીકથી હટીને વિચારવાની જરૂર છે. દરેક ખેલાડીને તેની જરૂર છે માત્ર એક ખેલાડીએ જ નહીં. કારણ કે ક્રિકેટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે તેથી તમારે આધુનિક ક્રિકેટ સાથે આગળ વધવું પડશે. તમારે ખેલ પ્રત્યે જાગૃતતા અને સામાન્ય સમજની પણ જરૂર છે. અહીં, તમે જોઈ શકો છો કે તમે રમતને થોડી ઊંડી લીધી છે અને એક ઈનિંગ્સ બનાવી છે. તમે ગમે તેટલી મહેનત કરો તમે અહીં 150 SR સ્કોર નથી બનાવી શકતા. જ્યારે તમારા હાથમાં વિકેટ ન હોય ત્યારે તમે દબાણમાં આવી જાવ છો.