10 વર્ષીય બાળકીને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવી
અમદાવાદના કૃષ્ણનગરથી કર્યું હતુ અપહરણ
આરોપીઓએ બાળકીને ભરૂચમાં રૂમમાં ગોધી રાખી હતી

અપહરણ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જેમાં 11 વર્ષીય સગીરાને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવી છે. તેમાં અમદાવાદના કૃષ્ણનગરથી અપહરણ કર્યું હતું. જેમાં પોલીસે જણાવ્યું છે કે સગીરાની ઉંમર વધારે બતાવી ત્યાં રાખી હતી. તેમજ અંકુર શર્મા સગીરા સાથે પ્રેમમાં હોવાની કબુલાત કરે છે. તથા અમદાવાદથી ઔરંગાબાદ પછી અંકલેશ્વરમાં રહેવા લાગ્યા હતા.

આરોપી તેના પરિવારને સંપર્ક કરતો નહોતો

પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે આરોપી તેના પરિવારને સંપર્ક કરતો નહોતો. તેમજ પરિવાર અને મિત્રો પર નજર હતી. 2023માં આરોપીઓએ સગીરાનું અપહરણ કર્યું હતું. તેમજ આરોપી સોશિયલ મીડિયા વાપરતો ન હતો. જેમાં પોલીસે ત્યાર બાદ અન્ય રાજ્યમાં તપાસ કરી હતી. તથા રેડ લાઈટ વિસ્તારમાં તપાસ કરી હતી. જેમાં સગીરા અંકલેશ્વરના જીઆઈડીસીમાં જોવા મળી હતી. તેમજ અમરદીપ આઈસ ફેક્ટરીમાં મળી હતી. યુવક ત્યાં કામ કરતો હતો. એક વર્ષ પહેલા કૃષ્ણનગરથી 11 વર્ષની બાળકીનું અપહરણ થયુ હતુ. તેમાં અગાઉ ફરિયાદ નોંધાયા બાદ હેબિયસ કોપર્સ દાખલ થઈ હતી. તેમજ અંકુશ શર્મા 22 વર્ષનો છે તેની ધરપકડ કરી છે. તથા ક્રાઇમ બ્રાંચ આરોપીની તપાસ કરતી હતી.

સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ

તાજેતરમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે એક 14 વર્ષિય સગીરાને એક યુવક દ્વારા પત્ની તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી હતી. લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે રહેતો રીતેશ પ્રતાપ પલાસે લીમખેડા તાલુકામાં રહેતી એક 14 વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી ગત તા.27મી મેના રોજ અપહરણ કરી લઈ નાસી ગયો હતો. સગીરાનું અપહરણ કરી ઉપરોક્ત યુવક તેણીની લઈ લીમખેડાના ખીરખાઈ ગામે પહોંચ્યો હતો અને જ્યાં સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા ઉપરોક્ત યુવકના ચુંગાલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે પહોંચી હતી જ્યાં સગીરાએ પોતાની સાથે વિતેલ આપવીતી પોતાના પરિવારજનોને સંભાળાવતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ સંબંધે સગીરાના પિતા દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *