પીપળિયા ગામે પોલીસને રૂમમાં પુરી બંધક બનાવી દેવામાં આવ્યાગામના જ નિવૃત પોલીસકર્મીએ તરકટ રચ્યું હોવાનો ખુલાસોપોલીસને બંધક બનાવનાર 4 શખ્સોની ધરપકડ
પંચમહાલના પીપળિયા ગામે એક ઘટનાને લઈ હાલ ચકચાર મચી જવા પામી છે. પીપળિયા ગામમાં દારૂ સંતાડયો હોવાની પોલીસને બાતમી મળતા બે પોલીસકર્મીઓ દરોડા પાડવા ગામમાં આવ્યા હતા. જો કે ગામમાં પોલીસના દરોડાને લઈ લોકોએ બે પોલીસકર્મીને રૂમમાં પુરી દઈ બંધક બનાવી દીધા હતા. જો કે બાદમાં પોલીસને બંધક બનાવનાર ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીપળિયા ગામમાં કોઈ પોલીસ પ્રવેશે નહિ એ માટે ગામમાં જ રહેતા એક નિવૃત્ત પોલીસ કર્મીએ આ બધું તરકટ રચ્યાનો ખુલાસો થયો હતો.
પંચમહાલ જિલ્લામાં આવેલા નાનકડાં પીપળિયા ગામમાં પોલીસને બાતમી મળે છે કે ગામમાં મોટા પ્રમાણમાં દારૂ છુપાવીને રાખવામાં આવ્યો છે. તો તમે અહીં આવીને દારૂને જપ્ત કરી લો. આ બાતમીને આધારે પોલીસ કાર્યવાહીના ભાગરૂપે પીપળિયા ગામે બે પોલીસ કર્મીઓ દરોડા પાડવા આવ્યા હતા. પરંતુ જેવી રેડની વાત સામે આવતા બંને પોલીસકર્મીઓને એક રૂમમાં પુરી દેવામાં આવ્યા હતા. પોલીસને બંધક બનાવી દઈને સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટરને ફોન કરવામાં આવ્યો કે તમારા પોલીસકર્મીઓને અહીં એક રૂમમાં બંધક બનાવવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા પીઆઈ કાફલા સાથે ગામમાં આવ્યા અને બંને પોલીસકર્મીઓને મુક્ત કરાવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટના પાછળ ગામના નિવૃત્ત પોલીસકર્મીએ તરકટ રચ્યાનું ખુલ્યું હતું. ગામમાં કોઈપણ પોલીસકર્મી પ્રવેશ ન કરે તે માટે આખું તરકટ રચ્યું હોવાનો ખુલાસો થયો હતો.
પોલીસે બંને પોલીસકર્મીઓને મુક્ત કરાવીને બંધક બનાવનાર ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.