નીજ મંદિર જવાના રસ્તે પૌરાણિક મૂર્તિઓ હટાવતા વિવાદ
પાવાગઢ પોલીસ મથકે જૈન સમાજના લોકો એકત્ર થયા
આવેદન પત્ર આપી મૂર્તિ હટાવનાર સામે કાર્યવાહીની માગ
પંચમહલના પાવાગઢ ખાતે આવેલ પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ ફેલાયો છે,અડધી રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા તો બીજી તરફ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવા જૈન સમાજની માંગ છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી જૈન સમાજના લોકો ભેગા થયા છે.
જૈન સમાજ થયો ભેગો
પાવાગઢ,વડોદરા,સુરત અને બોમ્બે સહિત રાજયના અલગ અલગ સ્થળોએ જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા છે.પાવાગઢ ખાતે નિજ મંદિર જવાના જુના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા વિવાદ વધ્યો છે.આ મૂર્તિઓ કોણે હઠાવી તે એક સવાલ છે.તો મૂર્તિઓ ને પુનઃ સ્થાપિત કરવા જૈન સમાજની માંગણી છે.
પોલીસે હાથધરી તપાસ
સમગ્ર ઘટનાને લઈ જૈન સમાજના લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે,બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે,આસપાસના સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથધરી છે,મૂર્તિ એટલી પૌરાણિક છે કે તેની વાત થાય એમ નથી.તો જૈન સમાજના અગ્રણીઓનું કહેવું છે કે,જેણે પણ આ કૃત્ય કર્યુ હોય તેની સામે કડક કાર્યવાહી હાથધરાય.
મૂર્તિને લઈ વિવાદ વધ્યો
પાવાગઢ મંદિર જવાના જુના પગથિયાં તોડવાને લઈ સર્જાયો વિવાદ.વિકાસ કાર્યને લઈ પગથિયા અને પગથિયાનો સેડ હટાવાયો હતો. જુના પગથિયામાં લાગેલ જૈન તીર્થનકરો ની મૂર્તિઓ લાગેલી હતી. પગથિયાં હટાવવાની સાથે મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષની લાગણી. ઘટનાને લઈ હાલોલ જૈન સમાજ ના લોકો એ પાવાગઢ પોલીસ ને આવેદનપત્ર આપ્યું. આવેદનમાં જે જગ્યા પરથી મૂર્તિઓ હતી ત્યાં પુનઃ સ્થાપિત કરાય અને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માંગ કરાઈ.
રાત્રીના સમયે કલેકટરે કચેરી ખાતે વિરોધ
પાવાગઢ જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થતા વિરોધ. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. જૈન સમાજના મહારાજ સાહેબ પણ કલેકટર કચેરી પહોંચ્યા હતા. તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી. રાત્રીના સમયે કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારી આવતા આવેદન પત્ર આપ્યું