પંચમહલના પાવાગઢ ખાતે આવેલ પૌરાણિક જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ ફેલાયો છે. અડધી રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા તો બીજી તરફ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવા જૈન સમાજની માંગ છે. અલગ-અલગ જિલ્લાઓમાંથી જૈન સમાજના લોકો એકઠા થયા છે.
પાવાગઢ, વડોદરા, સુરત અને બોમ્બે સહિત રાજ્યના અલગ અલગ સ્થળોએ જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા છે. પાવાગઢ ખાતે નિજ મંદિર જવાના જુના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા વિવાદ વધ્યો છે. આ મૂર્તિઓ કોણે હઠાવી તે એક સવાલ છે. તો મૂર્તિઓ ને પુનઃ સ્થાપિત કરવા જૈન સમાજની માંગણી છે.
સમગ્ર ઘટનાને લઈ જૈન સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. આસપાસના CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મૂર્તિ એટલી પૌરાણિક છે કે તેની વાત થાય એમ નથી. તો જૈન સમાજના અગ્રણીઓનું કહેવું છેકે, જેણે પણ આ કૃત્ય કર્યુ હોય તેની સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ.