સુરત

વિદેશમાં
છુટાછેડાની પ્રક્રિયા હાથ ધરનાર પતિએ પત્નીના સ્પાઉઝ વીઝા કેન્સલ કરાવતા સ્વદેશ
પરત ફરવા મજબુર બની હતી

    

સુરતની
પરણીતાએ પોતાનો સ્વૈચ્છાએ ત્યાગ કરી વિદેશમાં છુટાછેડા માટે કાનુની પ્રક્રિયા હાથ ધરનાર
યુ.કે.વાસી પતિ પાસેથી ભરણ પોષણ વસુલ મેળવવા કરેલી માંગને સુરત ફેમીલી કોર્ટના પ્રિન્સીપલ
જજ એમ.એમ.મન્સુરીએ મંજુર કરીને અરજદાર પત્નીને માસિક રૃ.
30 હજાર ભરણ પોષણ ચુકવવા
વિદેશી નિવાસી પતિને હુકમ કર્યો છે.

સુરતના અડાજણ
વિસ્તારમાં રહેતા વિશ્વાબેનના લગ્ન યુ.કે.લેસ્ટર ખાતે રહેતા હિતેશભાઈ સાથે તા.
11-7-2019ના રોજ સુરત ખાતે
સાદાઈથી લગ્ન કરીને  તા.
15-7-2019ના રોજ યુ.કે.પરત જતા રહ્યા હતા.ત્યારબાદ પત્ની વિશ્વાબેનને યુ.કે.ના સ્પાઉઝ
વિઝા મળતાં પતિ હિતેશભાઈ તથા તેમના પરિવારજનો ભારત આવીને તા.
11-2-20ના રોજ ધામધુમથી લગ્ન કરી રિસેપ્શન આપી દંપતિ યુ.કે.ગયા હતા.

જ્યાં
વિશ્વાબેને વહુ તરીકેની ફરજ જવાબદારી અદા કરી ત્યાંના વાતાવરણ સાથે સેટ થતાં
હતા.પરંતુ તેમના સસરા પુત્રવધુને નોકરી કરવા દાબ દબાણ કરતાં નોકરી સાથે ઘરકામ પણ
કરતાં હતા.પત્ની વેજીટેરીયન હોવા છતાં પતિ-સાસરીયાઓ નોનવેજ બનાવવા માંગ કરીને એક
યા બીજા કારણોસર ઘરકામના મુદ્દે ત્રાસ આપતાં હતા.વધુમાં લંડન ખાતે તેમના માસીને
ત્યાં જવા આવવાની કે વાતચીત કરવાના ના પાડીને ઝઘડો કર્યો હતો.જેથી પોતાના માસીને
ત્યાં લંડન જતા રહેલી પત્ની વિશ્વાબેનને ફરી તેડવાના પ્રયત્નો કરવાને બદલે પતિ
હિતેશભાઈ નવેમ્બર-
2021માં 250 પાઉન્ડ મોકલવાનું શરૃ કરીને છુટાછેડાની
પ્રક્રિયા હાથ ધરી સ્પાઉઝ વિઝા કેન્સલ કરાવી દીધો હતો.જેથી નાછુટકે ભારત પરત ફરવા
મજબુર બનેલા વિશ્વાબેને સુરત  પરત ફરીને
સ્વૈચ્છાએ ત્યાગ કરનાર યુ.કે.વાસી પતિ હિતેશભાઈ પાસેથી ભરણ પોષણ મેળવવા સુરતની
ફેમીલી કોર્ટમાં ધા નાખી હતી.જેની સુનાવણી દરમિયાન અરજદાર પત્ની તરફે પ્રીતીબેન
જોશી તથા તૃપ્તિ ઠક્કરે જણાવ્યું હતું કે અરજદારે પતિ સાથે સમાધાન કરી રહેવા
માટેના તમામ પ્રયાસો કર્યા છે.તેમ છતાં કોઈપણ વાજબી કારણ વગર પત્નીનો ત્યાગ કરીને
ભરણ પોષણ માટે કોઈ રકમ ચુકવી નથી.પત્નીને પિયરમાં ઓશિયાળું જીવન જીવવું પડે
છે.પત્નીની કોઈ આવક કે કમાવવાનું સાધન નથી જ્યારે પતિ વિદેશમાં સારી એવી આવક
ધરાવતા હોઈ પત્નીના ભરણ પોષણની કોઈ વ્યવસ્થા કરી નથી.જેને કોર્ટે માન્ય રાખી
યુ.કે.વાસી પતિને માસિક રૃ.
30 હજાર લેખે ત્યક્તા પત્નીને ભરણ
પોષણ ચુકવવા હુકમ કર્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *