Image Source: Freepik

જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેના જ મિત્ર એવા દારૂના ધંધાર્થીએ પોલીસમાં બાતમી આપવાની શંકા વહેમ રાખીને ગુપ્તી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી હતી. જે હત્યાના બનાવ પછી ચારેય હુમલાખોર આરોપીઓ ભાગી છુટ્યા હોવાથી પોલીસે કોમ્બિન્ગ ગોઠવી તમામને ઝડપી લીધા છે, અને રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે.

જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા (ઉંમર વર્ષ 32) કે જેના ઉપર તેના જ મિત્ર અને દારૂના ધંધાર્થી જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, અને તેના ૩ સાગરીતો ઊર્મિલ ઉર્ફે ઉમો દિનેશભાઈ રાઠોડ, પ્રણવદીપસિંહ ઉર્ફે પાંચો વાઘેલા અને અક્ષય રાજસિંહ પરમાર વગેરેએ દારૂ અંગેની પોલીસમાં અમારી બાતમી કેમ આપે છે, તેમ કહી હુમલો કરી હત્યા નિપજાવી હતી.

જે ચારેય આરોપીઓ સામે સીટી બી. ડિવિઝન પોલીસે આઈપીસી કલમ 302 તથા અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, અને તમામ આરોપીઓની ધરપકડ કરી લઈ રિમાન્ડ પર લેવા આ રેવા એ હાથ ધરવામાં આવી છે આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તેની પણ પૂછપરછ ચલાવાઈ રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *