another disease like corona | જાપાનમાં કોવિડ મહામારી પછી એક નવો જ રોગ ફેલાઇ રહયો છે. એક વિશિષ્ટ પ્રકારનો માંસ ખાઉે બેકટેરિયા તેના માટે જવાબદાર છે. જાપાનના નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇંફેકિશયસ ડિસીઝના જણાવ્યા અનુસાર 2 જૂન સુધીમાં સ્ટ્રપ્ટોકોકલ ટોકિસક શોક સિંડ્રોમના 877 કેસ કેસ જોવા મળ્યા છે જે ગત વર્ષ કરતા વધારે છે. આ બીમારીમાં સામાન્ય રીતે ગળામાં બળતરા અને ચેપ જોવા મળે છે જેને સ્ટ્રેપ થ્રોટ પણ કહેવામાં આવે છે.
જો કે કેટલાક એવા પણ બેકટેરિયા વિકસિત થઇ રહયા છે જેનાથી શરીરમાં કળતર, તાવ અને લો બીપી થાય છે. આ ઉપરાંત નેક્રોસિસ, શ્વાસ લેવામાં સમસ્યા અને અંગ ફેલયોર પણ થાય છે જે જીવલેણ સાબીત થાય છે. ટોક્યો વુમન મેડિકલ યુનિવર્સિટીના સ્ટડી મુજબ સંક્રમણ પછી 48 કલાકમાં મોત થઇ શકે છે. દર્દીના પગમાં જે સોજા જોવા મળે છે તે શરીરમાં આગળ વધતા રહે છે જે મોતનું કારણ બને છે.
આ વિશિષ્ટ પ્રકારની બીમારીના લક્ષણો બીજા કેટલાક દેશોમાં પણ દેખાયા છે. જાપાનમાં જે રીતે સંક્રમણ ફેલાઇ રહયું છે તે જોતા દર્દીઓની સંખ્યા 2500ને પાર કરી જાય તેવી શકયતા છે. આ બીમારીમાં મુત્યુનું જોખમ 30 ટકા જેટલું રહે છે. બાળકો અને 50 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો વિશેષ કાળજી રાખવી પડે છે. વારંવાર હાથ ધોવા અને શરીરની બહારના અંગના ઘાને સ્વચ્છ રાખવા જરુરી છે.