Image Source: Instagram & Twitter

Sonakshi-Zaheer Wedding: બોલિવુડના લવ બર્ડ્સ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ કપલ 23 જૂનના રોજ લગ્ન કરવા જઈ રહ્યું છે. સોનાક્ષી અને ઝહીરે પોતાના લગ્નને સીક્રેટ જ રાખ્યા છે. પરંતુ કપલના મિત્રોએ તેમની મચ-અવેટેડ વેડિંગને કન્ફર્મ કરી દીધી છે. પૂનમ ઢિલ્લોં અને હની સિંહ બાદ હવે એક્ટ્રેસ ડેઝી શાહે સોનાક્ષી અને ઝહીરના લગ્નની ડિટેલ્સ ચાહકો સાથે શેર કરી છે. ડેઝીએ સોનાક્ષી-ઝહીરના લગ્ન કન્ફર્મ કરતા જણાવ્યું કે, મને પણ ઈન્વિટેશન મળ્યુ છે. ડેઝીએ કહ્યું કે, જે લોકો તેમના વિશે જાણતા હતા તેઓ તેમના લગ્નના સમાચારથી ચોંક્યા નથી અને હું પણ એવા લોકોમાંથી જ એક છું. 

 વેડિંગ ઈન્વિટેશન કાર્ડ ખૂબ જ મોર્ડન અને ફ્રેશ

સોનાક્ષી-ઝહીરના સ્પેશિયલ વેડિંગ ઈન્વિટેશન કાર્ડ અંગે વાત કરતા ડેઝીએ કહ્યું કે, તેમણે જે પ્રકારનું વેડિંગ ઈન્વિટેશન કાર્ડ મોકલાવ્યું છે તે ખૂબ જ યુનિક છે. તે કોઈ ટિપિકલ વેડિંગ ઈન્વિટેશન નથી. તેમનું વેડિંગ ઈન્વિટેશન કાર્ડ ખૂબ જ મોર્ડન અને ફ્રેશ છે. જેમ કે, સોનાના પપ્પાએ કહ્યું હતું કે, હાલના સમયમાં બાળકો મંજૂરી નથી લેતા પરંતુ જણાવી દે છે, તો વેડિંગ કાર્ડ તેના પર એકદમ ફિટ બેસે છે. 

એક અહેવાલ પ્રમાણે સોનાક્ષી-ઝહીર રજિસ્ટર્ડ વેડિંગ કરશે. ત્યારબાદ તેઓ રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરશે.

કપલની વેડિંગ પાર્ટીમાં સલમાન ખાન, હીરામંડીની કાસ્ટ, હુમા કુરેશી, હની સિંહ, ડેઝી શાહ સહિત ઘણા પ્રખ્યાત સ્ટાર્સ સામેલ થશે. હવે ફેન્સ પણ સોનાક્ષી-ઝહીરને દુલ્હા-દુલ્હનના જોડામાં જોવા માટે ઉત્સુક છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *