Congress protest on Game Zone Fire in Rajkot : રાજકોટમાં ચર્ચાસ્પદ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા આક્રમક દેખાવ કરવામાં આવ્યો છે. રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. બહુમાળી ભવનથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. પોલીસે અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડમાં પિડીતાને ન્યાય આપવા માટે કોંગ્રેસ દ્વારા દેખાવ તેમજ ધરણા કરવામાં આવ્યા છે. 

મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા

રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ અગ્નિકાંડમાં મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં દેખાવ કરવામાં આવ્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જેનીબેન ઠુમર સહિતના નેતાઓ આ દેખાવમાં જોડાયા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા છે. બહુમાળી ભવન ખાતે દેખાવ કરવામાં આવી હતો. ત્યાર બાદ ત્યાથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. કોંગ્રેસ આગેવાનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. દેખાવ દરમિયાન રસ્તાઓ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એનએસયુઆઈના પ્રમુખે સરકારી બસ પર ચડીને દેખવા કર્યો હતો. દેખાવને લઈને પોલીસે અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી છે. 

  

અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત યુવાન પણ દેખાવમાં જોડાયો

રાજકોટમાં કોંગ્રેસના દેખવા અને ધરણામાં 2024ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ દ્વારા બહુમાળી ભવન ચોકમાં દેખાવ કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા છે. આ ઉપરાંત કોંગ્રેસની સાથે અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત યુવાન પણ દેખાવમાં જોડાયો છે. કોંગ્રેસના દેખાવ અને રેલીને ધ્યાનમાં રાખીને રાજકોટ અનેક જગ્યાએ પોલીસનો ચુસ્ત બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આગામી 25મી જૂને રાજકોટ બંધની ચીમકી પણ આપી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *