અમરેલી જિલ્લાનાં સુરગગામે 17 કલાકની બચાવ કામગીરી બાદ : વડોદરાથી NDRFની ટીમને કામે લગાડી છતાં બાળકીને બચાવવામાં સફળતા ન મળી : એકની એક દીકરીનાં નિધનથી માતા પિતાનું હૈયાફાટ રૂદન

અમરેલી, : અમરેલી જિલ્લાનાં વાડી વિસ્તારમાં ગઈકાલે રમતા રમતા દોઢ વર્ષની બાળકી 500 ફૂટ ઊંડા બોરવેલમાં 50 ફૂટે ફસાઈ ગયા બાદ તેને બહાર કાઢવા માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ ફાયર બ્રિગેડ સહિતની બચાવ સહિતની કામગીરી સંભાળતી ટુકડીઓને કામે લગાડવામાં આવી હતી. 17 કલાકની મહેનત બાદ બાળકી આરોહી જિંદગીનો જંગ હારી જતા એકની એક વ્હાલી દિકરી ગુમાવતા માતા પિતાનાં કરૂણ રૂદનનાં દ્રશ્યો સર્જાતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.

અમરેલી તાલુકાના સુરગપરા ગામે વાળી વિસ્તારમાં ભનુભાઇ ભીખાભાઈ કકડીયાની વાડીમાં પરપ્રાંતીય મજૂર કરણભાઈ આંમલિયા ભગિયું રાખીને પત્ની અને પુત્રી સાથે ભગીયું રાખીને રહેતા હતા વાવણીનો સમય હોવાના કારણે તેઓ કપાસનું વાવેતર કરી રહ્યા હતા તે સમયે પોતાની દોઢ વર્ષની પુત્રી આરોહી બીજા બાળકો સાથે વાડીએ રમી રહી હતી ત્યારે કોઈ બાળકે બોર વેલ ઉપર ઢાંકેલો પત્થર હટાવી દીધા બાદ દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી બાળકીની ચિસો સંભળાતા માતા પિતા દોડી આવ્યા હતા અને વાડી માલિક ભનુભાઇને વાત કરતા બપોરે ૧૨થ૪૫ કલાકની આસ પાસ તુરતજ ૧૦૮ને જાણ થતા ૧૦૮ ટીમ તેમજ અમરેલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું સૌ પ્રથમ બાળકીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તેના માટે આક્સિજન પાઇપ ઉતારવામાં આવી હતી અને ત્યાર બાદ આધુનિક કેમેરાની મદદ થી બાળકીના દરેક હલન ચલન ઉપર નજર રાખવામાં આવી રહી હતી સાથે સાથે રજૂલાથી પણ એક રોબોટ ટીમ બોલાવવામાં આવી હતી રોબોટની મદદથી બાળકીને બહાર કાઢવાની તમામ કોશિશ નિષ્ફળ થતી જણાઈ હતી બપોરે ચારેક વાગ્યે બાળકીની મુમેન્ટ બંધ થતી જણાતા તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયુ હતુ અંતે સાંજે વડોદરાથી એન.ડી.આર.એફ સ્થળ ઉપર પહોંચી અને મોરચો સંભાળ્યો હતો  તેઓએ પણ બાળકીને રેસક્યું કરવાની મહા મહેનત કરી હતી  17 કલાકની મહા મહેનત બાદ આશરે સવારે 5 કલાકે બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી પરંતુ સ્થળ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી આખરે માતા પિતાના હાથમાં આરોહીનો મૃતદેહ આવતા માતા પિતાના હૈયા ફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *