– મોટા
વરાછામાં 27, , ગોડાદરામાં 37 વર્ષીય યુવાન અને પાંડેસરામાં 42 વર્ષીય આધેડ બેભાન થયા બાદ
મોતં
સુરત :
સુરત
શહેરમાં લાંબા સમયથી એકાએક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોતનો સિલસિલો યથાવત
રહેવા પામ્યો છે. તેવા સમયે મોટા વરાછામાં
૨૭ વર્ષીય યુવાન, ગોડાદરામાં ૩૭ વર્ષીય યુવાન અને પાંડેસરામાં ૪૨ વર્ષીય યુવાનની તબિયત લથડતા
બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.
સિવિલથી
મળેલી વિગત મુજબ અમરોલી વિસ્તારમાં રહેતો ૨૭ વર્ષીય પ્રમોદ સન્યાસી બહેરા ગત સાંજે
મોટા વરાછામાં લક્ષ્મી ફાર્મ પાસે અચાનક તબિયત બગડતા બેભાન થઈ ગયો હતો. જોકે ૧૦૮ને
કોલ કરતા ત્યાં ધસી આવીને તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બનાવમાં ગોડાદરામાં વિનાયક
હાઇટ્સમાં રહેતો ૩૭ વર્ષીય દિનેશ રામલાલ શર્મા ગત રાતે ઘરમાં અચાનક તબિયક લથડતા બેભાન
થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે
તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ રાજસ્થાનમાં નાગોરનો વતની હતો. કાપડ માર્કેટમાં નોકરી
કરતો હતો. ત્રીજા બનાવમાં પાંડેસરામાં પત્રકાર કોલોની પાસે રહેતો ૪૨ વર્ષીય નિલાચંન
જુધિષ્ઠીર પ્રધાન ગત સાંજે પાંડેસરામાં ગોપાલનગર પાસે અચાનક તબિયત બગાડતા બેભાન થઈ
ગયો હતો. બાદમાં તે ધટના સ્થળે મોતને ભેટયો હતો. તે સંચાખાતામાં કામ કરતો હતો.