અંગત અદાવતમાં રાહુલ, રાજુ વેગડે કર્યું ફાયરિંગ
ફાયરિંગમાં કુલદીપસિંહ ઝાલાનું મૃત્યુ થયુ
મિસ ફાયર થતા પુત્રીને હાથના ભાગે ઈજા થઇ
ભાવનગરમાં બે ભાઈઓ પર ફાયરિંગ થયુ છે. જેમાં ફાયરિંગમાં એક ભાઈનું મોત થયુ છે અને એક ઘાયલ થયો છે. વિઠ્ઠલવાડીમાં 7 રાઉન્ડ ફાયરિંગ થયુ છે. તેમાં અંગત અદાવતમાં રાહુલ, રાજુ વેગડે ફાયરિંગ કર્યું છે. જેમાં ફાયરિંગમાં કુલદીપસિંહ ઝાલાનું મૃત્યુ થયુ છે. તથા આરોપી રાજુ વેગડની પુત્રી ફાયરિંગમાં ઘાયલ થઇ છે.
મિસ ફાયર થતા પુત્રીને હાથના ભાગે ઈજા થઇ
મિસ ફાયર થતા પુત્રીને હાથના ભાગે ઈજા થઇ છે. જેમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. શહેરના જુના વિઠ્ઠલવાડીમાં જૂની અદાવતે થયેલા ફાયરિંગ મામલે રાજુ વેગડ અને રાહુલ વેગડ નામના શખ્સોએ જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા 2 સગા ભાઈઓ ઉપર ફાયરિંગ કર્યુ હતુ. કુલ 7 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી રાજુ વેગડની 30 વર્ષીય પુત્રીને પણ ફાયરિંગમાં ઇજા પહોંચી છે. રાજુ વેગડની 30 વર્ષીય પરણિત પુત્રી રુદ્રાબેન કોસિયાને પણ મિસ ફાયર થતા હાથના ભાગે ઇજા પહોંચી છે.
યુવતીને હાથના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી
મિસ ફાયર થતા યુવતીને હાથના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શહેરમાં ચકચાર મચાવનારી ઘટનાની હોસ્પિટલ પોલીસ ચોપડેથી મળતી વિગત મુજબ શહેરના વિઠ્ઠલવાડી, વડલાવવાળી શેરીમાં રહેતા કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ.25) અને તેમના ભાઈ ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ.27)ને ગુરૂવારે સાંજના સમયે તે જ વિસ્તારમાં રહેતો રાહુલ વેગડ નામના શખ્સ સાથે વિઠ્ઠલવાડી, જૂના બે માળિયા, પેટ્રોલપંપ પાછળ મારામારી થઈ હતી. દરમિયાનમાં મામલો વધુ ઉગ્ર થતાં રાહુલનો સબંધી રાજુ વેગડ પણ દોડી આવ્યો હતો અને બન્ને ભાઈ ઉપર ધડાધડ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરતા કુલદીપસિંહ ઝાલાને ગંભીર ઈજા થતાં રસ્તા પર ઢળી પડતા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના ભાઈ ઋતુરાજસિંહ ઝાલાને ગોળી વાગી જતાં ગંભીર ઈજા થવાથી સારવાર માટે તાબડતોડ સર ટી.હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.