ધર્મસ્વરુપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સામે ફરિયાદ
ધર્મસ્વરૂપદાસે ફેસબુકથી મહિલા સાથે મિત્રતા કેળવી
લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાની મહિલાની ફરિયાદ
સ્વામિનારાયણના સાધુઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ધર્મસ્વરુપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સામે ફરિયાદ કરવામાં આવી છે. તેમાં ધર્મસ્વરૂપદાસે ફેસબુકથી મહિલા સાથે મિત્રતા કેળવી હતી. જેમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાની મહિલાની ફરિયાદ છે. તેમજ ખીરસરાના ગ્રામજનનો ધર્મસ્વરુપદાસ સામે આક્ષેપ છે.
ગ્રામજનોએ જણાવ્યું છે કે સ્વામી લાગવક હોવાથી પ્રકરણ દબાવે છે
ગ્રામજનોએ જણાવ્યું છે કે સ્વામી લાગવક હોવાથી પ્રકરણ દબાવે છે. સ્વામી દોષિત હોય તો સજા થવી જોઈ. સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપ દાસજી સ્વામીએ મહિલા સાથે ફેસબુક મારફત સંપર્ક કરી મિત્રતા કેળવી હતી. ભાયાવદર ગુરુકુલના સંતો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ મામલે લોકોમાં આક્રોશ ફેલાયો છે. સ્વામી જ્યાં મહિલા સાથે દુષ્ક્રમ ગુજરતા હતા તે સંતરૂમના દ્રશ્યો સામે આવ્યા છે. સ્વામી મહિલાને ગેસ્ટહાઉસમાં ઉતારો આપતા હતા. મીડિયાની ટિમ પહોંચતા રૂમના દરવાજા બંધ કરી દીધા હતા.
રૂમની અંદર અવાજ આવે છે પરંતુ દરવાજો ખોલવા તૈયાર નથી
રૂમની અંદર અવાજ આવે છે પરંતુ દરવાજો ખોલવા તૈયાર નથી. જેમાં ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ મહિલાને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્ક્રમ ગુજાર્યું હતુ. તેમાં રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખીરસરા ગામમા હડકંપ મચી ગયો છે. ખીરસરા ગ્રામજનનો આક્ષેપ છે કે ત્રીજી વાર બનાવ બન્યો છે. તેમજ સ્વામી લાગવગ લગાવી સમગ્ર પકરણ દબાવી દીધેલ છે. આ સ્વામીને અહીં સંસ્થામાં હવે પગ નહીં મુકવા દઇએ. ગુરુકુળના વ્યવસ્થાપક કમિટીના મેમ્બર જયસુખભાઈ માણાવદરીયાએ કહ્યું છે કે સમગ્ર ઘટનાથી અજાણ છે.
ભાયાવદર પોલીસે તપાસ શરૂ કરી છે
મીડિયા મારફત જાણ થઈ એટલે અહીં આવ્યો છુ. કમિટીમાં કોઈ બાબતને સ્વામીને પૂછતા નથી. ખરેખર જો સ્વામી દોષિત હોય તો એને સજા થવી જોઈએ. તેમજ વ્યવસ્થાપક કમિટી અને ટ્રસ્ટીની મીટીંગ થશે ત્યાર બાદ નિર્ણય લેવાશે.તેમજ ભાયાવદર પોલીસે તપાસ શરૂ કરી છે.