image : Freepik
Theft Case in Vadodara : વડોદરા સુભાનપુરા વિસ્તારમાં રહેતા ટ્યુશન ક્લાસના સંચાલક પત્ની સાથે મૂળ વતન સેલવાસ ગયા હતા. ત્યારે તસ્કરો તેમના મકાનમાં ઘૂસ્યા હતા અને કબાટમાંથી રોકડા 50 હજાર અને પાર્કિંગમાં મૂકેલી કાર મળી 95 હજારની મતાની ચોરી કરી પાલન થઈ ગયા હતા. ગોરવા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધ ખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં શ્રીજી નિર્માણ સોસાયટીમાં રહેતા રેજીનાલ્ડ ગ્રેગોરી ડિપેનહાએ ફરીયાદ નોંધાવી છે કે પ્રાઈવેટ ટ્યુશન ચલાવે છે. ગત 6 જૂનના રોજ સવારના નવેક વાગ્યાના સુમારે માસ ઘરને લોક કરી અમારી કેર ઘરના પાર્કીંગમાં પાર્ક કરી હું મારી પત્ની ન
માલીનીબેન સાથે અમારા મુળ વતન સેલવાસ ખાતે ગયા હતા. 11 જૂનના રોજ સવારના દશેક વાગ્યાના આસપાસ મને મારી પાડોશમાં રહેતા આરતીબેનનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તમારા ઘરનો નકુચો તૂટેલો છે તમારા ઘરમા ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે. જેથી અમે તાત્કાલીક સેલવાસથી વડોદરા આવવા માટે રવાના થયા હતા. ગઈકાલે બુધવારના રોજ સાંજના સાતેક વાગ્યે અમારા ઘરે આવી તપાસ કરતા પાર્કીંગમાં ફોર કાર મળી આવી ન હતી. ઉપરાંત મારા ઘરમાં કબાટમાં 50 હજાર ગાયબ હતી. જેથી રોકડ રકમ અને કાર મળી 95 હજારની મતદાનની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. ગોરવા પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
ગોયાગેટમાં બાઈક પર ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ
વડોદરા શહેરના ગોયાગેટ મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં ચોરી કરવાના ઇરાદે બાઈક પર ત્રણ તસ્કરો આવ્યા હતા. ત્યારબાદ એક બંધ મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રીના સમયે ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. મકાનમાં ટોર્ચ બેટરીની લાઈટ મારતા લોકો જાગી ગયા હતાં જેથી તેઓએ વીલા મોઢે તસ્કરોને ફરવું પડ્યું હતું.