અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં શાહીબાગ બાદ નરોડામાં લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં નર્સ મહિલાના પરિવારજનો સૂતા હતા ત્યારે મધરાતે લૂંટારુ ટોળકી તેમના ઘરમાં ઘૂસી આવી હતી. દિકરીએ બુંમો પાડતાં પરિવારના સભ્યો જાગી ગયા હતા. આ સમયે આરોપીએ ચાકુ બતાવીને ડરાવીને તમામને ચૂપ કરી દીધા હતા અને તમારી પાસે જો હોય તે આપી દો કહીને રોકડા રૃા. ૩૫,૦૦૦ અને દાગીના સહિત કુલ રૃા. ૧.૦૯ લાખની મુદ્દામાલની લૂંટ ચલાવીને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે નરોેડા પાલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાકુની બતાવી તમારે બધા પાસે જે હોય તે આપી દો કહી રોકડા ૩૫,૦૦૦ સહિત દાગીનાની લૂંટ ચલાવી ફરિયાદ કરશો મારી નાંખવાની ધમકી આપી
નરોડામાં રહેતા અને નર્સ તરીકે નોકરી કરતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોધાવી છે કે મહિલા પતિ ચાર મહિના પહેલા અમેરીકા ગયા હતા, મહિલા પોતાના સંતાનો સાથે અહિયાં રહે છે તા. ૧૦ના રોજ પરિવારજનો સાથે સૂતા હતા અને રાતે ૨.૩૦ વાગે અચાનક તેમની દિકરી જોરથી બુમો પાડવા લાગી હતી જેથી ફરિયાદી મહિલાએ જોગીને જોયું તો તેમની એક શખ્સ ચાકુ લઇને ઉભો હતો.
તેને ફરિયાદીને બુમો પાડતા નહી કહીને ડરાવીને ચૂપ કરી દીધા હતા બાદમાં તમારા પાસે જે હોય તે આપી દો કહીને રોકડા રૃા. ૩૫,૦૦૦ અને સોનાના દાગીના કઢાવીને લૂટ ચલાવીને પોલીસ ફરિયાદ કરશો મારી નાંખવાની ધમકી આપીને મોંઢે રૃમાલ બાંધીને આવોલા શખ્સો નાસી ગયા હતા. આ ઘટના અંગે નરોેડા પાલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.