Ahmedabad Hospitals Sealed Without Fire NOC: રાજકોટમાં ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા ફાયર એનઓસી-બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન વિનાની બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.

ઈમારતોનું ઈન્સ્પેક્શન કરીને સીલ કરવામાં આવી 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્સ્પેક્શનની કામગીરીમાં છેલ્લા બે સપ્તાહથી પ્રાણ રેડાયા છે. 29 મે થી 10 જૂન દરમિયાન સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ, મલ્ટિપ્લેક્સ એમ કુલ 1502 ઈમારતોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી 195ને નોટિસ અપાઈ હતી. 165 પાસે ફાયર એનઓસી જ્યારે 30 પાસે બીયુ પરમિશન જ નહીં હોવાથી તેને સીલ કરવામાં આવી હતી.

હોસ્પિટલ તેમજ મલ્ટિપ્લેક્સ પણ સીલ કરાયા 

કુલ 909 હોસ્પિટલોમાં ચેકિંગ બાદ 39ને સીલ કરાઈ હતી અને 10 પાસે બીયુ પરમિશન જ નહોતું. 53માંથી 6 શોપિંગ મોલ, 28 માંથી 6 મલ્ટિપ્લેક્સ, મિની પ્લેક્સ પાસે ફાયર એનઓસી જ નહીં હોવાથી તેમને સીલ કરવામાં આવ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *