અમદાવાદ, શનિવાર
પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે. રખિયાલમાં રિક્ષા પાર્ક કરવા બાબતે બે ભાઇ ઉપર પિતા પુત્રએ હુમલો કર્યો હતો. જેમાં ભાઇને છોડવવા વચ્ચે પડતાં યુવકને માથામાં લાકડીના ફટકા મારીને લોહી લુહાણ કર્યો હતો, હાલમાં યુવક આઇસીયુમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવને લોકડીથી મારી લોહી લુહાણ કરી આરોપી નાસી ગયા ઃ માથામાં પાંચ ટાંકા આવ્યા
રખિયાલમાં રહેતા યુવકે રખિયાલમાં રહેતા પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈએ નુરમહેલ હોટલ પાસેના આવેલા ખુલ્લા મેદાનમાં પોતાની રીક્ષા પાર્ક કરીને ઘરે જતો હતો. તે સમયે ત્યાં રહેતો શખ્સ આવ્યો અને અહિયાં રીક્ષા પાર્ક કરવાની નહી કહીને તેમની સાથે તકરાર કરવા લાગ્યો હતો. આ સમયે આસપાસના લોકો ભેગા થઇ જતા બંનેને છોડાવ્યા હતા. ત્યારબાદ સાંજે પિતા અને પુત્ર ફરિયાદીના ભાઈને મળવા બોલાવ્યો અને વાતચીત કરતા હતા.
એટલું જ નહી ફરિયાદીના ભાઇ સાથે મારા મારી કરતા ફરિયાદી યુવક છોડાવવા વચ્ચે પડતાં આરોપી ક્યાંકથી લાકડી લઈને આવ્યો અને યુવકને માથામાં લાકડીના ફટકા મારી દેતા લોહી લુહાણ થઇને જમીન ઉપર પટકાયો હતો. આસપાસના લોકો ભેગા થઇ જતા પિતા પુત્ર નાસી ગયા હતા. અને ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.