– મેકર્સ 15મી ઓગસ્ટની તારીખ જાહેર કરી ચૂક્યા છે

– જોકે, ફિલ્મનું ઘણું કામ હજુ બાકી છે અને સમયસર રીલિઝ થવાની શક્યતા ઓછી હોવાનો દાવો

મુંબઇ : આ વર્ષે બોક્સ ઓફિસ પર કમાણીની રીતે જેના પર સૌથી વધુ મદાર છે તેવી ફિલ્મ ‘પુષ્પા ધી રુલ’ની રીલિઝ પાછી ઠેલાશે તેવી અટકળો છે. 

મેકર્સ દ્વારા જાહેર કરાયેલાં શિડયૂલ અનુસાર આ ફિલ્મ તા. ૧૫મી ઓગસ્ટે રીલિઝ થવાની છે. જોકે, એક દાવા અનુસાર ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું ઘણું કામ હજુ બાકી છે અને તે પોતાની ડેડલાઈન જાળવી શકે તેવી શક્યતા ઓછી છે. 

માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર ફિલ્મના  બે એડિટર્સએ આ પ્રોજેક્ટ અધવચ્ચે જ છોડી દીધો હતો. તે પછી ફિલ્મનાં પોસ્ટ પ્રોડક્શનનાં કામની ગતિ ધીમી પડી ગઈ હતી. 

અલ્લુ અર્જુનનું કેટલુંક શૂટિંગ પણ હજુ બાકી હોવાનું કહેવાય છે. આ શૂટિંગ પૂર્ણ થયા બાદ તેનું પોસ્ટ પ્રોડક્શન શરુ કરવામાં વિલંબ થઈ શકે છે. 

આ ફિલ્મનું શૂટિંગ શરુ થયું ત્યારે જ ડાયરેક્ટર  સુકુમારને તેનાથી સંતોષ થયો ન હતો. આથી, એ બધું શૂટિગ કેન્સલ કરી નવેસરથી શૂટિંગ કરાયું હતું. તેના કારણે ફિલ્મનું સમગ્ર શિડયૂલ રફેદફે થઈ ગયું હતું. 

તે પછી ફિલ્મના વીએફએક્સ તૈયાર થઈને આવ્યાં તો ડાયરેક્ટરે તે પણ રિજેક્ટ કરી દીધાં હતાં. 

તેના કારણે તે કામગીરી પણ નવેસરથી હાથ ધરવી પડી હતી. 

જોકે, ફિલ્મની રીલિઝ ઠેલાવા અંગે હજુ સુધી મેકર્સ તરફથી કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *