– સારા મિત્રો છીએ પરંતુ બહુ નજીક છીએ

– એક મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યા બાદ બંને વચ્ચે અફેરની અફવા ઊડી હતી 

મુંબઇ : ઝોયા હુસૈને જિમ સરભ સાથે તેની એકદમ અંગત દોસ્તી હોવાનું  સ્વીકાર્યું છે.  બંને વચ્ચે ડેટિંગની અફવા કેટલાક સમયથી ચાલે છે. જોેકે, ઝોયાના જણાવ્યા અનુસાર તેઓ મિત્રો છે અને તેમની વચ્ચે બહુ જ અંગત સંબંધ છે. 

બંનેએ એક મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યું તે પછી તેમની વચ્ચે ડેટિંગની અફવા ચાલી છે. 

ઝોયાને આ વિશે પૂછાતાં તેણે કહ્યું હતું કે  આ મારી અંગત બાબત છે. હું નથી જાણતી કે મારા વિશે શું શું લખાઇ રહ્યું છે.  અને મારે શું કહેવું જોઇએ એ પણ બહું જાણતી નથી. જોકે એક વાત સ્પષ્ટ છે કે, અમે બહુ સારા મિત્રો છીએ અને એકબીજાની બહુ નજીક છીએ. તેમજ અમે બન્ને સારા કુક પણ છીએ.

ઝોયા તાજેતરમાં મનોજ વાજપેયીની ફિલ્મ ‘ભૈયાજી’માં જોવા મળી હતી. 

આ ઉપરાંત તે ‘ગ્રહણ’ વેબ  સીરિઝથી પણ પોપ્યુલર બની હતી. બીજી તરફ જિમ સરભ ‘રોકેટ બોયઝ’ અને  ‘મેડ ઈન હેવન’ જેવી સીરિઝો થકી ઓટીટીનો ટોચનો સ્ટાર મનાય છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *