Galaxy Apartment Firing Case: બોલિવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર 14 એપ્રિલના રોજ થયેલા ફાયરિંગમાં પોલીસ દ્વારા એક્ટરનુ નિવેદન નોંધવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 4 જૂનના રોજ આ મામલે સલમાન ખાન અને તેના ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું હતું.
સલમાન ખાને જણાવ્યું કે, 14 એપ્રિલના રોજ સવારે હું ગોળીઓના અવાજથી ઉઠ્યો હતો, જ્યારે બે બાઈક સવારે મુંબઈના બાન્દ્રામાં મારા ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. પોલીસે દાવો કર્યો કે, બંને શૂટર્સને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા હાયર કરવામાં આવ્યો હતા અને તેમણે સલમાન ખાનની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું.
4 જૂનના રોજ સલમાન ખાનનું નિવેદન નોંધ્યુ હતું
ચાર સભ્યોની ટીમ જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પણ એક અધિકારી સામેલ હતા. તેઓ 4 જૂનના રોજ સલમાન ખાન અને તેના ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધવા માટે તેના ઘરે ગયા હતા. પોલીસે તેની જાણકારી આપી છે. બંને ભાઈઓની લગભગ 6 કલાક પૂછપરછ કરવામાં આવી. સલમાન ખાને જણાવ્યું કે, મને એ એહસાસ થયો કે, મારો જીવ જોખમમાં છે અને હું પોલીસ દ્વારા પ્રાપ્ત મદદ અને કેસની તપાસ માટે તેમનો આભાર વ્યક્ત કરું છું.
ઘટનાના દિવસે ઘરે જ હતો સલમાન ખાન
પોતાના નિવેદનમાં સલમાન ખાને જણાવ્યું કે, હું ઘટનાના દિવસે ઘરે જ હતો અને તેના એક દિવસ પહેલા ઘરે પાર્ટી હોવાના કારણે મોટો સૂતો હતો. તેમણે પોલીસને જણાવ્યું કે, જે ગોળી મારા ફ્લેટની બાલકનીમાં લાગી હતી, તેનો અવાજ સાંભળીને જ મારી આંખ ખુલી હતી. એક્ટરે કહ્યું કે હું એક જ ઝટકામાં ઉઠી ગયો અને બાલકનીમાં બહાર જોવા માટે ગયો પરંતુ મને ત્યાં કઈ ન દેખાયું.
અરબાઝ ખાનનું પણ નિવેદન નોંધ્યુ
પોલીસે તેના ભાઈ અરબાઝ ખાનનું નિવેદન પણ નોંધ્યું છે જેઓ ફાયરિંગ સમયે જુહુ સ્થિત ઘરે હાજર હતો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને આપવામાં આવેલી અગાઉની ધમકીઓથી પણ વાકેફ હતો. સલમાન ખાનનું નિવેદન નોંધવામાં 3 કલાકનો સમય લાગ્યો હતો જ્યારે તેના ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધવામાં 2 કલાકનો સમય લાગ્યો હતો. બંને ભાઈઓને કુલ 150 સવાલો કરવામાં આવ્યા હતા.
ફાયરિંગ સમયે પિતા સલીમ ખાન પણ ઘરે જ હતા
ફાયરિંગ સમયે સલમાન ખાનના પિતા સલીમ ખાન પણ ઘરે જ હતા પરંતુ તેમની ઉંમરને ધ્યાનમાં રાખી તેમનું નિવેદન નોંધવામાં નથી આવ્યું. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે જરૂર પડ્યે તેમનું નિવેદન પણ લેવામાં આવશે.
આ મામલે આરોપીઓની ધરપકડ
14 એપ્રિલે મુંબઈના બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર બાઈક સવાર બે લોકોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ પોલીસે ચાર શંકાસ્પદોની ધરપકડ કરી છે. જેમાં વિકી ગુપ્તા અને સાગર પાલ જેમની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અનુજ થાપન અને અન્ય એક વ્યક્તિને 26 એપ્રિલે પંજાબમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કુલ છની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં અનુજ થાપનનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયુ હતું.