મરણ મૂડી પચાવી પાડી છેતરપિંડી બેંકમાં FD કરાવ્યા બાદ વૃધ્ધનો વિશ્વાસ કેળવી ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ મેળવી ઓનલાઇન ટ્રાન્જેક્શન થકી રકમની ઉચાપત

મોરબી, : મોરબીની નાગનાથ શેરીમાં રહેતા વૃધ્ધે પોતાની મરણ મૂડી બેંકમાં ફિક્સ ડીપોઝીટ કરાવી હોય. જેના પાડોશમાં રહેતી મહિલા બેંક કર્મચારીએ વિશ્વાસ કેળવી ઈન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ મેળવી 18  લાખની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી, ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીની નાગનાથ શેરીમાં રહેતા મુકેશભાઈ મહાદેવભાઈ પંડયા (ઉ.વ. 64) આરોપી ભાવીશાબા એસ. ઝાલા (રહે. વડોદરા) વિરૂદ્ધ ચીટીંગની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી મુકેશભાઈ અને આરોપી ભાવીશાબા પડોશી હોવાથી એકબીજાને ઓળખતા હતા. જેથી ઘરે અવરજવર થતી હ્તી, અને ભાવીશાબા ઝાલા ઇન્ડસઇન્ડ બેંક મોરબી ખાતે નોકરી કરતા હોય. જેથી બેંક કર્મચારી તરીકે વિશ્વાસમાં લઈને મુકેશભાઈ પંડયાની મરણમૂડી સમાન મોટી રકમ ડીપોઝીટ કરાવી હતી. 

જે બેંક એકાઉન્ટની સંવેદનશીલ માહિતી (ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ) મદદ કરવાના બહાને જાણી લઈને પાસવર્ડનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કરી તા. 4-8-2023 થી 8-8-2023  દરમિયાન મુકેશભાઈની ફિક્સ ડીપોઝીટમાં રહેલ નાણા પૈકી રૂ. 18 લાખ તેની જાણ બહાર અલગ અલગ બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી, ઉચાપત કરી મેળવી લઈને બેંક કર્મચારી તરીકે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને આરોપી બેંક કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *