Image Source: Twitter

Rohit Sharma on win over USA and Qualify for Super Eight: ભારતે ICC ટી20 વર્લ્ડ કપના ગ્રુપ A મેચમાં બુધવારે અમેરિકાને 7 વિકેટથી હરાવીને સુપર-8માં પોતાનું સ્થાન બનાવી લીધુ છે. અમેરિકાને આઠ વિકેટ પર 110 રન પર રોક્યા બાદ ભારતે 18.2 ઓવરમાં ત્રણ વિકેટ પર રન ચેઝ કરીને અમેરિકાને હરાવી દીધુ છે. ભારત માટે સૂર્ય કુમાર યાદવે અણનમ 50 અને શિવમ દૂબેએ અણનમ 31 રનનું યોગદાન આપ્યુ છે. અમેરિકા માટે સૌરવ નેત્રવલકરે બે વિકેટ ઝડપી હતી. અમેરિકાને આઠ વિકેટે 110 રન પર અટકાવ્યા બાદ ભારતે 18.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા જે લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરતા આ મેદાન પરનો સૌથી મોટો સ્કોર છે. ટુર્નામેન્ટમાં જીતની હેટ્રિક બાદ ભારત છ પોઈન્ટ સાથે સુપર-8માં પહોંચી ગયું છે. અમેરિકા ત્રણ મેચમાં ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે.

USA સામે જીત બાદ શું બોલ્યો રોહિત શર્મા

અમેરિકા સામે ICC ટી20 વર્લ્ડ કપની ગ્રુપ A મેચમાં સાત વિકેટથી જીત નોંધાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે મને ખબર હતી કે, આ પિચ પર લક્ષ્ય અને પીછો કરવો મુશ્કેલ હશે. અમેરિકાને આઠ વિકેટે 110 રનમાં રોક્યા બાદ ભારતે 18.2 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને રન ચેઝ કરી લીધો હતો. ભારત માટે મેન ઓફ ધ મેચ અર્શદીપ સિંહે નવ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેએ ચોથી વિકેટ માટે 65 બોલમાં 67 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી.

રોહિતે મેચ બાદ કહ્યું કે, અમને ખબર હતી કે, આટલા રન બનાવવા મુશ્કેલ રહેશે. આ હાંસલ કરવાનો શ્રેય અમને જાય છે. સૂર્યકુમાર અને દુબેએ અંતમાં સારું પ્રદર્શન કર્યું. રોહિતે મેચમાં સખત ટક્કર આપવા બદલ અમેરિકન ખેલાડીઓની પ્રશંસા કરી. અમે અમેરિકામાં અનેક ખેલાડીઓ સાથે અમે રમી ચૂક્યા છે. હું તેનો ક્રિકેટ વિકાસ જોઈને ખુશ છું અમે તેને MLCમાં રમતા જોયા છે. તેઓ મહેનતુ ખેલાડીઓ છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે.

સુપર-8માં પહોંચ્યા બાદ હું રાહત અનુભવી રહ્યો છું

રોહિતે આ દરમિયાન પર કહ્યું કે, સુપર-8માં પહોંચ્યા બાદ હું રાહત અનુભવી રહ્યો છું પરંતુ ન્યૂયોર્કના આ મેદાન પરની સ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી. અર્શદીપે શાનદાર શરૂઆત કરી. અમે બોલિંગમાં અમારા વિકલ્પોને ચકાસવા માંગતા હતા તેથી દુબેએ પણ બોલિંગ કરી. તેણે કહ્યું, સુપર-8માં પહોંચવું એ મોટી રાહત છે પરંતુ અહીં રમવું સરળ નહોતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *