T20 World Cup, India Vs America: ભારત અને અમેરિકા વચ્ચે T20 વર્લ્ડ કપનો 25મી   મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતીય ટીમે મેચ જીતીને સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. પરંતુ ચાહકોએ સ્ટેડિયમમાં કિંગ કોહલીના નારા લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિઓ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં ચાહકો કોહલી માટે નારા તો લગાવી રહ્યા છે પરંતુ અનુષ્કા શર્માને લઈને પણ નારાઓ લગાવાયા હતા. જેના પર કિંગ કોહલીએ પ્રતિક્રિયા આપી હતી.

મેચ દરમિયાન ચાહકો એ લગાવ્યા નારા, 10 રુપયાની પેપ્સી કોહલીભાઈ

વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કોહલી ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સ્ટેડિયમમાં ચાહકો દ્વારા રસપ્રદ નારા લગવાયા હતા. ચાહકો કહે છે ’10 રૂપિયાની પેપ્સી, કોહલીભાઈ….!’ બીજો નારો એવો પણ હતો કે દિવાળી હોય કે હોળી, અનુષ્કા લવ કોહલી…આ નારાઓ સાંભળીને કોહલી હસવા માંડ્યો હતો અને હાથ હલાવીને ચાહકોનું અભિવાદન કર્યું હતું. 

ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું

ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું, અમેરિકાએ પહેલા બેટિંગ કરીને 110નો સ્કોર કર્યો હતો. અમેરિકા તરફથી નિતીશ કુમારે સૌથી વધુ 27 રન કર્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કરતા 4 ઓવરમાં 4 વિકેટો ઝડપી હતી. ભારતીય ટીમ લક્ષ્યનો પીછા કરતા ઓપનિંગ જોડી ફ્લોપ રહી હતી. ત્યારબાદ સૂર્ય કુમાર યાદવ અને શિવમ કુમાર દુબેની પાર્ટનરશીપે ઇનિંગને સંભાળી હતી. સૂર્યકુમારે અણનમ 50 રન કર્યા અને શિવમે 31 રન કર્યા હતા. આ સાથે ભારતે અમેરિકાને 7 વિકેટે પરાજય આપ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *