વલસાડમાં રેતીના ડમ્પરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ડમ્પર અટકાવી ચેક કરતા 4.35 લાખનો દારૂ ઝડપાયો
રૂરલ પોલીસે દારૂના જથ્થા સાથે ચાલકની કરી ધરપકડ
ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરનો નવો કીમિયો સામે આવ્યો છે. જેમાં વલસાડમાં રેતીના ડમ્પરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ત્યારે ડમ્પર અટકાવી ચેક કરતા રૂપિયા 4.35 લાખનો દારૂ ઝડપાયો છે. જેમાં રૂરલ પોલીસે દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી છે. પોલીસને શંકા ન જાય એ માટે રેતીના ડમ્પરમાં સંઘ પ્રદેશથી ગુજરાતમાં દારૂ લવાતો હતો.
નેશનલ હાઇવે 48 પરથી રૂપિયા 4.35 લાખનો દારૂ ઝડપી પાડ્યો
વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઇવે 48 પરથી રૂપિયા 4.35 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરોના નવા નવા કીમિયા સામે આવે છે. તેમાં રૂરલ પોલીસે બાતમીના આધારે દારુ ઝડપ્યો છે. જેમાં નેશનલ હાઇવે 48 પર વોચ ગોઠવી હતી. ત્યારે ટ્રક અટકાવી ચેક કરતા અંદરથી રૂપિયા 4.35 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ રૂરલ પોલીસે દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી છે.
બુટલેગરો દ્વારા નવા નવા કીમિયો અપનાવવામાં આવતાં હોય છે
બુટલેગરો દ્વારા નવા નવા કીમિયો અપનાવવામાં આવતાં હોય છે. જેના વચ્ચે વડોદરા પીસીબીને મોટી સફળતા મળી હતી, જેમાં કારમાં દારૂની તપાસ કરતા બુટલેગરે કારના એન્જિન અને બોડી પાર્ટ્સમાં દારૂની બોટલો સંતાડી હોવાનું સામે આવ્યું હતુ.વડોદરા પીસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે કરોડિયા રોડ પર રહેતો મોહનસિંગ રણવિરસિંગ શેખાવત કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરે છે. આ દરમિયાન ખુલ્લી જગ્યામાં મોહનસિંગ શેખાવત અને તેનો માણસ ચિરાગ ઉર્ફે વિષ્ણું રાવળ ગાડીમાંથી દારૂનો જથ્થો કાઢીને પ્લાસ્ટીકની થેલીઓમાં સગેવગે કરવાના છે. આ બાતમીની આધારે પીસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
દારૂ છુપાવવા અંગે બુટલેગરની પૂછપરછ શરૂ કરી હતી
જેમાં પોલીસે સ્થળ પરથી એક કાર જપ્ત કરી હતી અને દારૂ છુપાવવા અંગે બુટલેગરની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન તેણે એસયુવી કારના એન્જિન તથા વિવિધ બોડી પાર્ટસમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલો એક પછી એક કાઢવાનું શરૂ કર્યું હતું. આ જોતા પીસીબીની ટીમ આશ્ચર્યમાં મુકાઈ ગઇ હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીસીબીની ટીમે રૂ.1.37 લાખની વ્હીસ્કી અને બિયર સહિત કુલ મળી રૂ. 7.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.