પોરબંદરના દિલીપ મોઢવાડિયાની કરી ધરપકડ
નકલી પાસપોર્ટના આધારે અમેરિકા જતા ઝડપાયો
રામ રાજુ બેગોનના નામે બનાવ્યો હતો પાસપોર્ટ

અમદાવાદમાં નકલી પાસપોર્ટ સાથે યુવક ઝડપાયો છે. જેમાં પોરબંદરના દિલીપ મોઢવાડિયાની ધરપકડ કરવામાં આવી છે. તેમાં નકલી પાસપોર્ટના આધારે અમેરિકા જતા ઝડપાયો છે. રામ રાજુ બેગોનના નામે પાસપોર્ટ બનાવ્યો હતો. તેમાં ઈમિગ્રેશન અધિકારીને શંકા જતા યુવકને ઝડપી પાડ્યો છે. અમદાવાદ એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.

 છેલ્લા થોડા વર્ષોથી કબૂતરબાજીના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા 

રાજ્યમાં ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે લોકો અલગ અલગ રસ્તાઓ અપનાવી રહ્યા છે, જેમાંથી અનેક લોકો પકડાઈ પણ ચૂક્યા છે. એજન્ટો મારફતે લોકો લાખો રૂપિયા ખર્ચી ગેરકાયદેસર અમેરિકા પહોંચી જતા હોય છે. રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોથી કબૂતરબાજીના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

અમદાવાદ એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે

બનાવટી પાસપોર્ટના આધારે અમેરિકા જતો યુવક પકડાયો છે. જેમાં પોરબંદરના દિલીપ મોઢવાડિયા ધરપકડ કરવામાં આવી છે. તેમાં રામ રાજુ બેગોનના નામનો બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો. જેમાં ઈમિગ્રેશન અધિકારીને શંકા જતા યુવકને ઝડપી ફરિયાદ નોંધાવી હતી. તેમજ અમદાવાદ એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.

 નરહરિનકુમાર પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

અગાઉ ગાંધીનગર જિલ્લાના પલાસણા ગામમાં રહેતો નરહરીન કુમાર પટેલ વર્ષ 2011 માં અમેરિકા ગયો હતો. જે ફરીથી અમદાવાદ આવતા એરપોર્ટ ઉપર ઈમીગ્રેશન કલિયરન્સ દરમિયાન તેનો પાસપોર્ટ નકલી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને જેની વધુ તપાસ અમદાવાદ એસઓજી કરી રહી છે. એસઓજી પોલીસે સમગ્ર મામલે નરહરિનકુમાર પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *