ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવા બદલ એસીબીમાં ફરિયાદ
ગુજસેલના એકાઉન્ટન્ટ અલ્પેશ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ થઇ
કંપનીના 4.60 લાખના બીલ પર સહી કરી પાસ કરાવ્યા
અમદાવાદમાં ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ થઇ છે. જેમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવા બદલ એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે. તેમાં ગુજસેલના કેપ્ટન અજય ચૌહાણ, કેશ મેક એવિએશનના ડાયરેક્ટર અલ્પેશ ત્રિપાઠી અને ગુજસેલના એકાઉન્ટન્ટ અલ્પેશ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ થઇ છે.
કંપનીના 4.60 લાખના બીલ પર સહી કરી પાસ કરાવ્યા
સરકારી મંજૂરી વિના પરિવારના સભ્યોને હવાઈ મુસાફરી કરાવી સરકારને નુકસાન પહોંચાડ્યું હતું. જેમાં અન્ય કંપનીને પણ ફ્લાઈંગ ડ્યુટી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ગુજસેલમાં કર્મચારી પુરા પાડવાનો ગેરકાયદેસર કરાર કરી દસ લાખ રૂપિયા લીધા હતા. કંપનીના 4.60 લાખના બીલ પર સહી કરી પાસ કરાવ્યા હતા. જેમાં ત્રણે આરોપીએ ભેગા મળી રૂપિયા 72 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તેમાં એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.
ગુજસેલમા સરકારના મહાનુભાવો માટે એરક્રાફ્ટ રાખ્યુ હતુ
ગુજસેલમા સરકારના મહાનુભાવો માટે એરક્રાફ્ટ રાખ્યુ હતુ. તેમાં કેપ્ટન અજય ચૌહાણે ગેરરીતી કરી હતી. જેની પ્રાથમિક તપાસ એસીબીને સોંપાઈ હતી. તેમાં સત્તાનો દુરુપયોગ પરિવારના ઉડ્ડયન માટે કર્યો હતો. જેમાં ગુજસેલમા ફરજ બજાવતા અધિકારીએ ગુનો એસીબીમા નોંધાયો છે. તેમાં 2017 પછી ભ્રષ્ટાચાર કર્યો છે. તેમાં પરિવાર માટે સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો છે. તેમાં અન્ય કંપનીને ફ્લાઈંગ સર્વિસ આપી છે તેમાં કુલ 72.93 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હતો.