જે.પી.સ્વામી ઘણા દિવસથી જોવા ન મળ્યાનું રટણ
જે.પી.સ્વામી સામે નોંધાઈ છે દુષ્કર્મની ફરિયાદ
પોલીસે જે.પી.સ્વામીના રૂમમાં કર્યું સર્ચ

વડતાલ સ્વામિનારાયણ મંદિરના જે.પી.સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેમાં પોલીસે વડતાલના 300 સાધુઓની ઓળખ પરેડ કરી છે. તેમજ સાધુઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. જેમાં જે.પી.સ્વામી ઘણા દિવસથી જોવા ન મળ્યાનું રટણ છે. તેમજ જે.પી.સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જે.પી.સ્વામીના રૂમમાં સર્ચ કર્યું છે.

વડતાલના જેપી સ્વામીના રૂમમાંથી કઈ હાથ લાગ્યું નથી

વડતાલ સ્વામિનારાયણ મંદિરના જગતપાવન સ્વામી સામે દુષ્કર્મ કેસના મામલે દુષ્કર્મની ફરિયાદ બાદ જગતપાવન સ્વામી અંડર ગ્રાઉન્ડ થયા છે. જેમાં પોલીસે વડતાલના 300 સાધુઓની ઓળખ પરેડ કરી છે. સાધુઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે. તેમાં જગતપાવન સ્વામી ઘણા દિવસોથી જોવા મળ્યા ન હોવાનું રટણ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસે જેપી સ્વામીના રૂમમાં સર્ચ કર્યું છે ત્યારે વડતાલના જેપી સ્વામીના રૂમમાંથી કઈ હાથ લાગ્યું નથી.

જાણો સમગ્ર મામલો

વડોદરાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મ કેસના મામલે વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સહિત 5 સંતોના નિવેદન લેવાયા છે. તેમાં 2 વર્ષથી જગત પાવન સ્વામી વાડીથી વડતાલ ગયા હતા. જેમાં વડતાલમાંથી પણ સ્વામી ગાયબ થઈ ગયા છે. તથા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસની ટીમોએ જેપી સ્વામીની શોધખોળ આદરી છે.

જેપી સ્વામી સામે લુક આઉટ નોટિસ બહાર પડે તેવી શકયતા

જેપી સ્વામી સામે લુક આઉટ નોટિસ બહાર પડે તેવી શકયતા છે. તેમજ જેપી સ્વામી વિદેશ પલાયન કરે તેવી આશંકા છે. ગુનો દાખલ થતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે.23 વર્ષની યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.

હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા

સ્વામી તેઓના ગૃપમાં મને વીડિયો કોલ કરવા દબાણ કરતા હતા. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઇમોશલનલી બ્લેકમેલ કરી તેમજ ધમકી આપતા હતા. બનાવના આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. ડીસીપી પન્ના મોમાયાના સૂચના મુજબ, પોલીસે તપાસ શરૂ કરી હતી. હાલમાં વડતાલ રહેતા સ્વામી ગુનો દાખલ થયા પછી અંડર ગ્રાઉન્ડ થઇ ગયા હતા. સ્વામીને ઝડપી પાડવા માટે પોલીસે તેમના સીડીઆરની વિગતો મંગાવી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી કરવા માટે પાસપોર્ટ ઓફિસ પાસે વિગતો મંગાવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *