200 જેટલા એકમ પર પુરવઠા વિભાગના દરોડા
જુદી જુદી જગ્યાએથી રાંધણ ગેસના બાટલા જપ્ત
હોટલ, રેસ્ટોરન્ટ, ચા-નાસ્તાની લારીઓ પર તપાસ

પંચમહાલમાં પુરવઠા વિભાગનો સપાટો છે. જેમાં 200 જેટલા એકમ પર પુરવઠા વિભાગના દરોડા પડ્યા છે. તેમાં જિલ્લાના તમામ તાલુકામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જુદી જુદી જગ્યાએથી રાંધણ ગેસના બાટલા જપ્ત કરાયા છે. તેમજ હોટલ, રેસ્ટોરન્ટ, ચા-નાસ્તાની લારીઓ પર તપાસ કરવામાં આવી છે.

ફરસાણની દુકાન, ઢાબાઓ પર તપાસ થઇ રહી છે

ફરસાણની દુકાન, ઢાબાઓ પર તપાસ થઇ રહી છે. તેમજ 160 જેટલા ઘરવપરાશના ગેસના બાટલા જપ્ત કરાયા છે. જેમાં ગોધરા, હાલોલ, કાલોલ તથા જાંબુઘોડા, મોરવાહડફ, ઘોઘંબામાં તપાસ થઇ રહી છે. તેમાં ઘર વપરાશની ગેસ બોટલોનો કોમર્શીયલ ઉપયોગ થતો હતો. તેથી જિલ્લા પુરવઠા વિભાગનો સપાટો સામે આવ્યો છે. જેમાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમા ટીમ બનાવી મામલતદારના વડપણ હેઠળ તપાસ હાથ ધરાઈ છે. સમગ્ર જિલ્લામા ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, જાંબુઘોડા, મોરવા હડફ, ઘોઘમ્બા મળી દરેક તાલુકાઓમા આવેલ હોટેલ, ઢાબા ઓ પર સઘન ચેકીંગ હાથ ધર્યું છે.

રાંધણ ગેસના ઘર વપરાશના બોટલ મળી આવ્યા બાદ કાર્યવાહી

ચેકીંગ દરમિયાન જુદી જુદી જગ્યાએથી રાંધણ ગેસના ઘર વપરાશના બોટલ મળી આવ્યા બાદ કાર્યવાહી કરી છે. અલગ અલગ હોટેલ, રેસ્ટોરન્ટ, ચા નાસ્તાની લારીઓ, ફરસાણની દુકાન અને ઢાબાઓમાંથી કુલ 160 જેટલા ગેસ બોટલ સહીત અંદાજે રૂપિયા 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન ઉજ્જવલા યોજનાના ડોમેસ્ટિક ગેસ બોટલ વેપારીક હેતુ માટે ઉપયોગ થતો હતો. જેમાં કુલ 200 જેટલા એકમોમા પુરવઠા વિભાગના દરોડા છે. તેમાં કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *