સીમળિયાના પીપળીયા ગામનો બનાવ
ફાયર વિભાગે મૃતદેહોને બહાર કાઢ્યા
કિશોરીને તરસ લાગતા પાણી પીવા માટે ગઈ હતી
ઘોઘંબાના સીમળિયાના પીપળીયા ગામમાં 3 કિશોરીઓ તળાવામાં પાણી પીવા જતા પગ લપસી ગયો હતો જેના કારણે ત્રણેય કિશોરીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે,પોલીસે અને ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢયો છે,તો પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.
તળાવમાં ડૂબી જતાં ત્રણ માસૂમ કિશોરીના મોત
બકરી ચરાવવા માટે ગયેલી ત્રણ કિશોરી પૈકી એકને તરસ લાગતાં ખાડામાં પાણી પીવા ગઈ હતી દરમિયાન આ ઘટના બની હતી,કોતરમાં પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલા પાણી ભરેલા ખાડામાં એક કિશોરી પાણી પીવા ગઈ દરમિયાન પાણીના ખાડામાં લપસી જતાં અન્ય બે કિશોરી તેણી ને બચાવવા જતાં ત્રણેયના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યાં છે.એક જ ફળિયા અને કુટુંબની ત્રણ માસૂમ કિશોરીઓના અકાળે મોત નિપજતાં મંદિર ફળિયામાં શોકની લાગણી છવાઈ છે.
22 મે 2024ના રોજ મોરબીમાં ત્રણના તળાવમાં ડૂબતા મોત
વર્ષામેડી ગામમાં તળાવમાં તળાવમાં ન્હાવા ગયેલા ત્રણેય બાળકોના મોત થયા હતા. મેહુલ ભૂપતભાઈ મહાલિયા (ઉ.૧૦), શૈલેષ અમરશીભાઈ ચાવડા(ઉ.૮) અને ગોપાલ કાનજીભાઈ ચાવડા(ઉ.૧૨) નું તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. ત્રણેય બાળકોના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. ત્રણેયના મૃતદેહને પી એમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
22 મે 2024ના રોજ પ્રાંતિજમાં ત્રણ બાળકી તળાવમાં ડૂબી જતા મોત
પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા ગામે ત્રણ બાળકીઓના ડૂબી જવાને લઈ મોત નિપજ્યા હતા. ત્રણેય બાળકીઓ એક જ પરીવારની હતી અને ઘડી ચાર રસ્તા પાસે રહેતી હતી. ભાઈને જમવાનું ટિફિન લઈને આપવા માટે ગઈ હતી અને આ દરમિયાન રસ્તામાં તળાવ જોઈને નહાવા માટે પાણીમાં પડી હતી. આ દરમિયાન તળાવમાં ડૂબી જવાને લઈ ત્રણેય બાળકીઓના મોત નિપજ્યા હતા.