પંચમહાલના મોરવાહડફ તાલુકામાં મંગળવારની રાત્રે ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે અનેક મકાનોને નુકસાન થયું હતું. મોરવાહડફના વેજમા ગામે ભારે પવનના કારણે મકાનોના પતરાં ઉડ્યાં હતા અને એક નળિયાવાળું મકાન ધરાશાયી થઈ ગયું હતું. મોરવાહડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે નુકસાનીનો માર વેઠી રહેલા મકાન માલિકોની મુલાકાત લઈ વહેલી તકે સહાય મળે તેવા પ્રયાસો કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમજ તાલુકા વિકાસ અધિકારી અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.