બર્લિન,૭, જૂન ૨૦૨૪, ગુરવાર 

પાંખોવાળા વાનર તરીકે ઓળખાતા કેરિયન કાગડા પોતાની તિવ્ર મગજશકિત માટે જાણીતા છે. તે માણસોની ચહેરા ઓળખી શકે છે એટલું જ નહી વનસ્પતિના બીજ તૂટી જાય તે માટે રોડ પર ફેંકી દે છે. રોડ પરથી પસાર થતા વાહનો નીચે કચડાવાથી બીજ ખુલી જાય છે અને તે અનુકૂળ વાતાવરણમાં આસપાસ ઉગી નિકળે છે.  કેરિયન કાગડા વિશે રસપ્રદ વાત એ બહાર આવી છે કે તે માણસની જેમ એક થી ત્રણ સુધીની ગણતરી કરી શકે છે. 

વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર કાગડા બાળકોની જેમ બોલીને ગણતરી પણ કરી શકે છે.  કાગડાનું ગણતરી કરવાનું આ વર્તન માણસો જેવું છે એટલે કે માણસ પછી આ પ્રકારનું વર્તન કરતી એક માત્ર પ્રજાતિ છે. જર્મનીની ટયૂબિંગેન યુનિવર્સિટીના બાયોલોજિસ્ટ ડાયના લિયાઓએ અને તેમની ટીમે કેરિયન ક્રો પર સંશોધન કર્યુ છે. કેરિયન કાગડાની માણસો જેવી કેટલીક હરકતોએ જ સંશોધન માટે પ્રેર્યા હતા. વૈજ્ઞાાનિકોએ કાગડાઓને અરબી ગણતરી એક થી ચાર સુધી શીખવી હતી. એક અંક માટેના અવાજ માટે ગિટાર અને ડ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 મતલબ કે ગિટારની ધૂન પર એક અને ડ્રમની ધૂન પર ત્રણ બોલવામાં આવતું હતું. ગણતરી પુરી કર્યા પછી આ કાગડાઓને સ્ક્રિન પર પોતાની ચાંચની મદદથી એક બટન દબાવવાનું હતું. જે કાગડા સાચા અંક વાચે તેને ખોરાકમાં એક કીટ મળતું હતું. એક હજાર વાર પ્રયોગ કર્યા પછી સાચી ગણતરી શીખી લીધી હતી. આના પરથી સાબીત થતું હતું કે કાગડા શું કામ કરવાનું છે તે સમજી ગયા હતા. જો કે ચારથી આગળ વધ્યા પછી ભૂલ કરવા લાગ્યા હતા. ચાર અંક બોલાવવામાં આવે ત્યારે નારાજ થઇને સ્ક્રિન પર ચાંચ મારતા હતા. આ અંગેની માહિતી સાયન્સ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *