અમદાવાદ,શુક્રવાર

શહેરના વટવામાં આવેલી હરિકૃષ્ણ સોસાયટીમાં રહેતા વ્યક્તિ પર  સાત દિવસ પહેલા રિવરફ્રન્ટ લવલી બાબાની દરગાહ પાસે
વાહન પર આવેલા કેટલાંક લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન તેમનું
મોત નીપજ્યું હતું. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના  દ્વારા ગુનાનો ભેદ ઉકેલીના ચાર આરોપીઓને ઝડપીને
પુછરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં મુખ્ય આરોપીના ભાઇને મૃતકની પત્ની સાથે
પ્રેમસંબધ હતો. પરંતુ
, તેની પત્ની
બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેનો બદલો લેવા માટે માત્ર મૃતકને પગના ભાગે ઇજાઓ પહોંચાડીને
ડરાવવા માટે મુખ્ય આરોપીએ કેટલાંક લોકોને બે લાખની સોપારી આપતા જીવલેણ હુમલો કરવામાં
આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વટવા-વિઝોંલ રોડ પર આવેલી 
હરિકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા મનીષભાઇ શાહ ગત પહેલી જુનના રોજ રાતના સમયે
રિવરફ્રન્ટ લવલી બાબાની દરગાહ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે બે લોકોને તેને રોકીને
પગમાં છરી અને અન્ય હથિયારોના ઘા ઝીંકીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં તેમને ગંભીર
ઇજાઓ થતા ચાર જુનના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર કેસની તપાસ ક્રાઇમબ્રાંચના
પોલીસ ઇન્સ્પેક્ટર વી બી આલને સોંપવામાં આવી હતી. જેમાં ટેકનીકલ અને હ્યુમન સર્વલન્સના
આધારે તપાસ કરવામાં આવતા  જાણવા મળ્યું હતું
કે મહેશ શાહની હત્યામાં તેમની જ સૌસાયટીમાં રહેતા મહિપાલસિંહ ચંપાવતની સંડોવણી છે.
જેના આધારે તેની પુછપરછ કરતા તેણે હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે મહેશ
શાહની પત્ની અને મહિપાલસિંહના ભાઇ યુવરાજને પ્રેમસબંધ હતો. જેની જાણ મહેશ શાહને થતા
તેની પત્નીએ યુવરાજ વિરૂદ્વ વટવા પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ
કરવામાં આવી હતી. સાથેસાથે યુવરાજને વટવા પોલીસ સ્ટેશનની હદ નહી પ્રવેશવાની શરતે જામીન
આપવામાં આવ્યા હતા. જેથી મહિપાલસિંહે મહેશ શાહ પર માત્ર હુમલો કરાવીને તેને સબક શીખવવાનું
નક્કી કર્યું હતું. આ માટે તેણે સાણંદમાં રહેતા શક્તિસિંહ ચૌહાણની મદદથી  આકાશ વાઘેલા (રહે. ખોડીયારનગર
, એઇસી ચાર રસ્તા પાસે, નારણપુરા)નો સંપર્ક
કર્યો હતો. તેણે શક્તિસિંહને બે લાખ રૂપિયા આપીને ડીલ કરી હતી. ત્યારબાદ આકાશ વાઘેલાએ
અનિકેત  ઓડ અને વિકાસ ઓડને બોલાવીને મહેશ શાહને
ડરાવવા અને ધમકાવવા માટે ૧.૨૦ લાખ રૂપિયા આપ્યા હતા. જેમાં  તેેમણે 
મહેશ શાહને તેના ઘરેથી પીછો કરીને રિવરફ્રન્ટ પર આવતા હુમલો કર્યો હતો.  આ અંગે ક્રાઇમબ્રાંચે મહિપાલસિંહ
,આકાશ વાઘેલા
અનિકેત ઓડ અને  વિકાસ
ઓડને ઝડપીને સમગ્ર ઘટનો ભેદ ઉકેલ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *